જૈન વિઝનના કમિટી મેમ્બરોને માર્ગદર્શન આપતા સહકારી આગેવાન જયોતિન્દ્રભાઈ મહેતા
જૈન વિઝન સોનમ દ્વારા જૈનો માટે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં જૈન સમાજનું યુવાધન હીલોળા લ્યે તેવી સાઉન્ડ સિસ્ટમ, ભવ્ય ઓરકેસ્ટ્રા, બોલીવુડ સિંગરની ધમાલ અને ડી.જે. અમરના સુર અને તાલના સથવારે ખેલૈયાઓ ઝુમવા મજબુર થઈ જશે.
દરરોજ નવી અને અવનવી થીમ કોમ્પીટીશન, પ્રિન્સ-પ્રિન્સેસ માટે લાખેણા ઈનામો કાર્યક્રમને ચાર ચાંદ લગાડશે, ગઈકાલે જૈન વિઝન સોનમ ગરબા ૨૦૧૮ની મુલાકાતે જૈન આગેવાન જયોતિન્દ્રભાઈ મહેતા, અનિલભાઈ દેસાઈ, અમીનેશભાઈ પાણી, પિયુષભાઈ મહેતા, કમલેશભાઈ શાહ, વિભાષભાઈ શેઠ, જેનીશભાઈ અજમેરા સહિતના આગેવાનોએ માર્ગદર્શન આપ્યું હતું અને નવરાત્રી મહોત્સવની ભવ્યતા માટે શુભેચ્છા પાઠવી હતી.
આયોજન સમિતિના સંયોજક તરીકે મિલન કોઠારી તથા ચેરમેન તરીકે સોનમ કલોકના માલિક જયેશભાઈ શાહ તથા વાઈસ ચેરમેન તરીકે આરકેડીયા શેર્સના સુનિલભાઈ શાહની આ ઉપરાંત પ્રોજેકટ ચેરમેન તરીકે ભરતભાઈ દોશી પ્રોજેકટ ડાયરેકટર તરીકે ધીરેનભાઈ ભરવાડા સહિતના આગેવાનો સંભાળી રહ્યા છે. આ સોનમ નવરાત્રી મહોત્સવમાં ભાગ લેનાર ખેલૈયાઓ ઉપર ઈનામોનો વરસાદ થવાનો છે.
ખેલૈયાઓને વિવિધ કેટેગરીમાં સોના-ચાંદીના ઈનામો તેમજ ગોવા અને સિમલા-મનાલીના આકર્ષક પેકેજથી પણ નવાજવામાં આવશે. આ પર્વ દરમિયાન નવેય દિવસ માતાજીની સ્તુતિ ઉપરાંત જુદા જુદા ક્ષેત્રની પ્રતિભાવંત મહિલાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમને લઈને જૈન સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જૈન સમાજની બહેનોને નવરાત્રી માટે સીઝન પાસ વિનામૂલ્યે આપવામાં આવ્યા છે. શહેરના રૈયા રોડ ઉપર પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ પાસેના વિશાળ મેદાનમાં તા.૧૦ થી ૧૮ ઓકટોબર દરમિયાન યોજાનારા આ નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે.
જૈન વિઝન આયોજીત ગરબામાં ધમાલ મચાવવા માટે ગરબા કિંગ આતા ખાન, બોલીવુડ સિંગર અશ્ર્વિની મહેતા અને વિભૂતિ જોશી, ફોક સિંગર બસીર પાલેજા ઉપરાંત તેમની ટીમમાં મ્યુઝિક ડાયરેકટર મનીષ જોશી, રિધમ કિંગ મહેશ ધાકેશા, ગિરાર હિતેશ મહેતા વગેરે આવી રહ્યા છે.
આ મહોત્સવને સફળ બનાવવા માટે કોર કમિટીના ગિરીશ મહેતા, જેનીશ અજમેરા, બ્રિજેશ મહેતા, હિતેશ મહેતા, સુનિલ કોઠારી, રજત સંઘવી, જય ખારા, જય કામદાર, કેતન દોશી, નૈમિષ પુનાતર, વિપુલ મહેતા, અંકુર જૈન, રાજીવ ઘેલાણી, નિતીન મહેતા, મૃણાલ અવલાની, અખિલ શાહ, પરેશ દફતરી, યોગીન દોશી, પી.એન.દોશી, અતુલ સંઘવી, સંજય લાઠીયા, નિર્મલ શાહ, જસ્મિન ધોળકિયા, જતિન સંઘાણી, યોગેશ શાહ, અમિત કોરડીયા, જયેન્દ્રભાઈ મહેતા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.