બીજા દિવસે સૌરાષ્ટ્ર યુનિ.ના એકપણ સત્તાધીશો ન ડોકાયા: સ્પર્ધાઑ નિહાળવામાં વિદ્યાર્થીઓમાં નીરસતા, ખુરશીઑ ખાલી જોવા મળી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૪૮માં યુવક મહોત્સવમાં સોમવારે રંગેચંગે પ્રારંભ થયો હતો જો કે યુવક મહોત્સવના બીજા દિવસે યોજાયેલી અલગ અલગ સ્પર્ધાઓ માં એક પણ સત્તાધીશો ડોકાયા ન હતા અને વિદ્યાર્થીઓમાં પણ જાણે નીરસતા હોય તેમ ખુરશીઓ ખાલી જોવા મળી હતી.
સૌરાષ્ટ્ર યુનિમાં આજે સાહિત્ય વિભાગ માં ગઝલ,સાયરી અને કાવ્ય લેખન, ડિબેટ, ચિત્રકલા, કાર્ટુનિગ, કોલાજ, અંકાકી, શાસ્ત્રીય કંઠય સંગીત, ભજન, વેસ્ટર્ન ગ્રૂપ સોંગ, પ્રાચીન રાસ અને શાીય નૃત્યની સ્પર્ધા યોજાઈ હતી.
જેમાં પ્રાચીન રાસ સ્પર્ધામાં આજે ૮ કોલેજોએ ભાગ લીધો હતો જયારે એકાંકીમાં તો માત્ર ૪ જ એન્ટ્રી આવી હતી જેનો મતલબ એ યો કે યુનિવર્સિટી દ્વારા યોજાતી યુવક મહોત્સવની સ્પર્ધાઓમાં યુવાનોને જાજો રસ રહ્યો ની.
પ્રમ દિવસે યુવક મહોત્સવમાં ભારે ઝાકઝમાળ સર્જવામાં આવી હતી. રૂ.૪૫ લાખના ખર્ચના આ તાયફા સ્વરૂપ યુવક મહોત્સવમાં બીજા દિવસે તો ખુરશીઓ હટાવવાની સાથે તડકાથી બચવા રખાયેલો છાંયા રૂપ ડોમ પણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. સ્પર્ધકોની સાથે વિદ્યાર્થીઓ પણ તડકામાં સેકાયા હતા અને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.