બોર્ડ ચેરમેન અશ્વીન લોહાનીને મેમોરેન્ડમ આપી પ્રશ્નોની રજુઆત કરવામાં આવી
વેસ્ટર્ન રેલવે એપ્લોઇઝ યુનિયનના પ્રેસ પ્રતિનિધિ રાજેશકુમાર વી. મહેતાની યાદી જણાવે છે કે રાજકોટ ડીવીઝનની મુલાકાતે આવેલ રેલવે બોર્ડ ચેરમેન અશ્વીન લોહાની એપ્લોઇઝ યુનિયના વાઇસ પ્રેસીડન્ટ મહેશભા છાયા, ડીવીઝનલ સેક્રેટરી નીખીલભાઇ જોશી, અભિજીત શાહ, આર.વી. મહેતા. સતીષભાઇ ઓઝા, ભરતભાઇ અજમેરા, રાજુભાઇ છત્રાલા, સુધાકરભાઇ, મોહનભાઇ બદામ, હિતેશ ડોડીયા, સહદેવસિં ઝાલા, મહેશ ગઢવી, તથા મહીલા પાંખના સભ્યો પુષ્પાબેન દવે, ભૂમિકાબેન, પદમામેડમ, ઇલાબેન , નીતાબેન વગેરે મહીલા અગ્રણી સાથે હાજર રહી લોહાનીને શાલ અને બુકે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડી સેક્રેટરી દ્વારા કર્મચારીઓની માંગણીનું મેમોટેડમ આપેલ હતું.
જેમાં મુખ્ય માંગણી નીચે મુજબ હતી. (૧) ૭મા પગાર પંચમાં માંગેલ રનીંગ એલાઉન્સમાં વધારો કરીને ન્યાય આપવો એ અઈંછઊ ની માંગણી છે. (ર) હફલિયતત ઉપરનો બાન હટાવી રેલવે બોર્ડ દ્વારા નિયમ મુજબ તુરત જ લાગુ થાય (૩) રેલવે બોર્ડની ગાઇડ લાઇન મુજબ ટ્રેકમેનની જગ્યા તુરત જ ભરતી (૪) રાજકોટ ડીવીઝનના ઙફશક્ષતિંળફક્ષ,ઙ.ઙ. ટ્રાફીક ગેઇટમેનની ઊઈં રોસ્ટરથી થી સી રોસ્ટરમાં બદલવુું