સ્વામિનારાયણ મુખ્ય મંદિર, ભુપેન્દ્ર રોડ, રાજકોટ ખાતે સુધી શ્રાધ્ધના સોળે દિવસ સુધી મંદીરના યુવાન,વિદ્યવાન, મહંત સ્વામી રાધારમણદાસજી સ્વામીના પ્રમુખે સને શ્રાધ્ધમાં કિર્તન ભકિત અને પિતૃઓની મૂકિત નો ધાર્મિક કાર્યક્રમ મંદીરના સભામંડપમાં રાખવામાં આવ્યો છે.
દેવ ઉત્સવ મંડળના પ્રમુખ જીતુભાઈ રાધનપુરા સેવક તરીકે નિ:સ્વાર્થ સેવા આપે છે. સમગ્ર ભારતમાં સર્વપ્રથમ દેવ ઉત્સવ મંડળ રાજકોટ દ્વારા ભાદરવા માસમાં શ્રાધ્ધના સોળે સોળ દિવસ કિર્તન ભકિત કરે છે. દર રોજ સાંજના ૯:૩૦ થી ૧૧:૩૦ સુધી દેવ ઉત્સવ મંડળ કીર્તન ભકિત કરી સંતો તથા હરી ભકતોનો રાજીપો મેળવે છે.
રાજકોટ મંદીરમાં સર્વપ્રમ વખત દેવ ઉત્સવ મંડળ દ્વારા જે પદ ગવાય છે. તે પદ એલ.ઈ.ડી.ના બે વિશાળ પડદા પર પ્રસારીત થાય છે. સાથે સાથે હરી ભકતો પદોનું પઠન કરી ધન્યતા અનુભવે છે.
સ્વામીનારયણ મુખ્ય મંદીરના મહંત સ્વામી શાથી રાશ્રારમણદાસજી સ્વામી શ્રાધ્ધમાં કીર્તન ભકિત અને પિતૃઓની મુકિત વિશે અનેક દ્રષ્ટાંતો સાથેનું પ્રવચન આપી સૌનો રાજીપો મેળવે છે. દરરોજ સાંજે કીર્તન ભકિત પુરી થયા બાદ જુદા જુદા પ્રકારના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.
સભાનું સંચાલન અને એનાઉન્સર દેવઉત્સવ મંડળના પ્રમુખ જીતુભાઈ રાધનપુરાએ કર્યું હતું. અને આભાર દર્શન મંત્રી ભરતભાઈ અંબાસણા કર્યુ હતું.