ગરબીમાં ઘુંઘટ રાવ, મશાલ રાસ, ઈઢોણીરાસ, માંડવી રાસ અને ખમકારી રાસ રજૂ કરી માર્ં આદ્યશકિતની આરાધના કરાશ
રાજ નવદુર્ગા ગરબી મંડળ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી રાજ રેસીડેન્સી, આર્શીવાદ હોસ્પિટલની પાછળ મવડી ચોકડી ખાતે અવિરત પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ નવલા નોરતાની ઉજવણીના ભાગપે નવદુર્ગા ગરબીમાં ભાઈઓ, બહેનો તેમજ ભૂલકાઓ તેમાં ભાગ લઈ શકશે. અબતકની મુલાકાતે આવેલ ગરબી મંડળના આગેવાનોએ જણાવ્યું હતુ કે નવદૂર્ગા ગરબીમાં બાળાઓ અવનવા ઘુંઘટ રાસ, મશાલ રાસ, મણીયાર રાસ, ઈંઢોણી રાસ, માંડવી રાસ, ચોકડી રાસ, ખમકારી રાસ અને મયુર રાસ, રમીને ર્માં આદ્યશકિતની આરાધના કરે છે. કાર્યક્રમને સફળ બનાવવા વિનોદભાઈ દેસાઈ, મનસુખભાઈ ઢોલરીયા, સની લુણાગરીયા, લવજીભાઈ વૈરાયા, સંજય કપુરીયા, જીતેન્દ્ર વાડોદરીયા, સંજય સાંગાણી અને હરેશભાઈ પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે.