જીલ્લા ભાજપ કિશાન મોરચા દ્વારા કાર્યકર્તાઓને ખાટલા બેઠકમાં આયોજન અંગે માર્ગદર્શન આપવા બેઠક મળી
ગુજરાત પ્રદેશ ભાજપાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા કિશાન મોરચાની બેઠક રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે.સખીયાના અધ્યક્ષસને તથા મહામંત્રી ભાનુભાઈ મેતા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, રાજકોટ જીલ્લા કિશાન મોરચાના અધ્યક્ષ વિજયભાઈ કોરાટ, મહામંત્રી હરદેવસિંહ જાડેજા તા હરસુખભાઈ સોજીત્રાએ ઉપસ્થિત રાજકોટ જીલ્લાના કિશાન મોરચાના હોદેદારોને આગામી તા. ૧૨ રાજકોટ જીલ્લાના તમામ શક્તિકેન્દ્રો, મંડલો પર કિશાનો અને ગ્રામ્યજનો સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારએ કરેલા લોકકલ્યાણકારી વિકાસલક્ષી યોજનાઓની ચિંતન-મનન અંગેની ખાટલા બેઠકો યોજવા અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ તકે જીલ્લા અધ્યક્ષશ્રી ડિ.કે.સખીયાએ ઉપસ્થિત સર્વે મહેમાનો તથા ભાજપ કિશાન મોરચાના આગેવાનો તથા કાર્યકર્તાઓનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ સત્તા વિહોણી બનતા ખેડૂતોના નામે મગરના આંસુ સારતી કોંગ્રેસને તેના શાસનનો કાળો ઈતિહાસ તપાસી લેવા હાકલ કરી હતી. અને જણાવ્યું હતું કે, આવનારી ૨૦૧૯ની ચૂંટણીમાં રાજકોટ જીલ્લા સહીત ગુજરાતની તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ તકે ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલે ઉપસ્થિત કિશાન મોરચાના આગેવાનોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ટેકાના ભાવનો કાળો કકળાટ કરે છે. પરંતુ કોંગ્રેસ પોતાનો ભૂતકાળ ભૂલી ગયા લાગે છે. કોંગીએ ક્યારેય ટેકાના ભાવી એક દાણો પણ ખરીદ કર્યો નથી. તે આજે ટેકાના ભાવની વાત કરે છે. તે ગ્રામ્ય ખેડૂતોમાં હાસ્યાસ્પદ બની રહ્યા છે. ભાજપા સરકારે ૫૦૦૦ કરોડથી વધુ રૂપિયા મગફળી, કપાસ, ઘઉં, ચણા, તુવેરની ખરીદી કરીને ખેડૂતોના હામી બન્યા છે.
સમૃદ્ધ ખેતી- સમૃદ્ધ ખેડૂતના મંત્રને અપનાવી ભાજપા સરકારે છેલ્લા ૨૦ વર્ષોમાં ખેડૂત હિતલક્ષી નીતિઓ અપનાવી ખેડૂતો માટે લાભદાયક એવા અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. તે વાત લઈને આપણે ગામડે-ગામડે ઘરે-ઘરે ખેડૂતને પહોચાડવી પડશે. કોંગ્રેસના જુઠાણાથી ગ્રામ્ય પ્રજા કોઈકાળે ભરમાશે નહિ તે ભાજપાનો સભ્ય છે. ભાજપાને જંગી બહુમતીથી જીતાડશે તેમાં કોઈ મીન મેખ નથી.