ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાના લાભાર્થીઓને નિશુલ્ક રહેવા, જમવા, લાયબ્રેરી તેમજ કલાસ મની સુવિધા
ભારતીય સ્ટેટ બેંક ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા સરકારી યોજના મારફતે બેરોજગાર યુવાનોને સંસ્થામાં તાલીમ પ્રાપ્ત કરવા માટે આવનાર તમામ લાભાર્થીઓને રહેવા તથા જમવાની સુંદર સુવિધા ઉપરાત લાયબ્રેરી, કલાસમ, વર્કશોપ તેમજ આધુનિક કોમ્પ્યુટર લેબ જેવી વિવિધ પ્રકારની સુવિધાઓ વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે.
ભારતીય સ્ટેટ બેંક ગ્રામીણ સ્વરોજગાર તાલીસ સંસ્થા દ્વારા ૬૦ થી પણ વધારે પ્રકારની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમોમાં જોડવા માટે તાલીમાર્થીની ઉમર ૧૮ થી ૪૫ વર્ષ સુધીની હોવી જરુરી છે. તેમજ લાભાર્થી પાસે જરુરી આધાર પુરાવા જેવા કે આધાર કાર્ડ, રેશનકાર્ડ, ચુંટણીકાર્ડ, જન્મ તારીખનો આધાર, રહેણાંક નો પુરાવો હોવા ફરજીયાત છે. આ ઉપરાંત દિવ્યાંગ વ્યકિતઓ વિધવા બહેનો તથા જેલના કેદીઓ જેવા અલગ અલગ ક્ષેત્રના લોકો માટે પણ વિશેષ તાલીમોનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તાલીમ નો સમય સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી રહે છે. આ વિવિધ તાલીમ જે તે વિષયના નિષ્ણાંત શિક્ષકો દ્વારા જ આપવામાં આવે છે તેમજ વિશેષમાં તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને માકેટીંગ કેવી રીતે કરવું પ્રોેજેકટ રીપોર્ટ કઇ રીતે તૈયાર કરવો એ બધી જ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવે છે અને સાથે સાથે તાલીમ પ્રાપ્ત કર્યા પછી ધંધાની શરુઆત કરવા માટેની નાણાકીય સહાયની જરુરીયાત હોય તો તે માટે બેંકમાંથી લોન કઇ રીતે મેળવવી તેનું પણ વિશેષ માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે. અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું કે આ તાલીમ પ્રાપ્ત કરનાર તમામ તાલીમાર્થીઓને સંસ્થા તરફથી પ્રમાણપત્ર આપવામાં આવે છે. જે તેમને પણ ધિરાણ મેળવવ માટે પણ જરુરી બને છે.
આ સંસ્થાના દ્વારા અત્યાર સુધીમાં ૪૦૦૦ કરતા પણ વધારે તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી છે. હસ્તકલા, ખેતી વિષયક, ફુડ પ્રોસેસિંગ ઇમિટેશન, સિલાઇ કામ, બ્યુટી પાર્લર, કડીયા કામ તેમજ કોમ્પ્યુટરને લગતી તાલીમોનો સમાવેશ થાય છે આવી તાલીમો જે તે વિસ્તારમાં મુખય ધંધાકીય પ્રવૃતિઓને ઘ્યાનમાં લઇ તેને અનુરુપ તાલીમોનું આયોજન કરવામાં આવે છે.
હાલ રાજકોટ જીલ્લાના અલગ અલગ તાલુકાના ગામડાઓમાંથી કુલ ૩૦ બહેનો તાલીમ લઇ રહેલ છે જેમાં બ્યુટી પાર્લરને લગતી તમામ બાબતો થીયરી અને પ્રેકટીકલ કરાવવામાં આવે છે અને તાલીમ બાદ દરેક તાલીમાર્થીની પરીક્ષા પણ લેવામાં આવે છે અને ત્યારબાદ તેમને સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કરવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ તાલીમાના કોઓડિનેટર જીજ્ઞેશગીરી ગોસ્વામી અને ગેસ્ટ ફેકલ્ટી કેતનભાઇ વૈષ્ણવ (યુનિક હેર સલુન એન્ડ એકેડમી) દ્વારા તાલીમાર્થીઓ સરળતાથી તાલીમ પ્રાપ્ત કરી શકે તે માટે પુરતુ માર્ગદર્શન આપવામાં આપે છે.
આ તમામ પ્રકારની તાલીમનું માર્ગદર્શન સંસ્થાના નિયામક કે.વી. સંજોટ, ગૌરવભાઇ કલોલા, સુમિતકુમાર ભલસોડ, હાર્દિકભાઇ પૈજા દ્વારા પુરુ પાડવામાં આવે છે.