પ્રાંતવાદનું ઉભુ કરાયેલું દુષણ સોશિયલ મીડીયાના માઘ્યમથી ઝડપથી ફેલાઇ રહ્યું છે. જેને ડામવા તંત્રએ તબકકાવાર પગલા લેવાનું શરુ કર્યુ છે. સોશિયલ મીડીયામાં પરપ્રાંતિયો સામે તિરસ્કૃત ક્ધટેન્ટ મુકવા બદલ ૮ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
પરપ્રાંતિયો સામે હિંસાત્મક ઘટનાઓ બન્યા બાદ પગલા લેવાયા છે. પોલીસે સાબરકાંઠાના તેજસ ઠાકોર, સચિન ઠાકોર, અરવિંદ ઠાકોર, નરેશ ઠાકોર, હરવિંદ ઠાકોર, મનોજ ઉર્ફે મોન્ટુ ઠાકોર, સુનિલ ઠાકોર અને વિજય ઠાકોરની ધરપકડ કરી છે પોલીસે હિંસાત્મક ઘટનાઓ બાદ ૭૦ સોશિયલ મીડીયા પ્રોફાઇલની તપાસ કરી છે.