કેનાલમાં ખેડુતોને પાણી ન અપાતા ધારાસભ્યોએ કર્યા જળ સમાધીનો પ્રયાસ
સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ નિમ્ન વરસાદ થયો છે ત્યારે ખેડૂતો ના ઉભા પાકો પાણી ન મળવા નાં કારણે બળી રહો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ૪ ધારાસભ્ય સાથે જલ સમાધિ લેશે તેવી ચીમકી આપવા મા આવી હતી જેના મુદ્દે હાલ સુરેન્દ્રનગર માર્કેટિંગ યાર્ડમાં તમામ સુરેન્દ્રનગર જીલ્લા ના ગામડાઓ ના ખેડૂતો ભેગા થઈ ને સુરેન્દ્રનગર ના ૪ ધારા સભ્ય અને સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ મનું ભાઈ પટેલ અને ખેડૂત અગ્રણી અને ખેડૂત સમાજ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ મોહન ભાઈ પટેલ અને તમામ ખેડૂતો દવારા પાણી પર્સને રજૂઆત કરવામાં આવી હતીસુરેન્દ્રનગર જીલ્લા મા હાલ ખૂબ પાણી ની તંગી છે અને સુરેન્દ્રનગર જીલ્લા મા વરસાદ પણ ખૂબ ઓછો પડ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લા ની કેનાલો મા હરોજ તંત્ર ની નબળી કામગીરી ના કારણે ગાબદાઓ પડી લાખો લિટર પાણી વહી જાય છે ત્યારે થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગર જીલ્લા ના ૩ ધારા સભ્ય દ્વારા જો ખેડૂતો ને પાણી નહિ આપવા મા આવે તો પોતે જળ સમાધિ લેશે તેવી ચીમકી આપવા મા આવી હતી.ત્યારે આજે સવારે સુરેન્દ્રનગર જીલ્લા મા ખેડૂત સંમેલન (વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં) યોજાયું હતું તેમાં ૨૦૦૦ થી વધુ ખેડૂતો જોડાઈ ને સુરેન્દ્રનગર જીલ્લા ના નાયબ કલેકટર શ્રી ને રજૂઆત કરી હતી અને ત્યાર બાદ સુરેન્દ્રનગર જિલ્લા ના ૩ ધારા સભ્ય સુરેન્દ્રનગર રતનપર પાસે થી પસાર થતી નર્મદા કેનાલમાં જળ સમાધિ લેવા પોચિયાં હતા ત્યારે જોરાવરનગર અને સુરેન્દ્રનગર જીલ્લા નો પોલીસ કાફલો ઘટનાસ્ળે ખડે પગે રહી ને સુરેન્દ્રનગર જિલ્લા ના રતનપર બાયપાસ રોડ ઉપર ૩ એય ધારા સભ્ય ની ગાડીઓ અને તમામ ખેડૂતો ને રોકી ને ધરપકડ કરવામાં આવી હતી
ત્રણ ધારા સભ્ય ૧. સોમા ભાઈ પટેલ (ધારા સભ્ય લીમડી મત વિસ્તાર , પૂર્વ સાંસદ) ૨. પુરુષોત્તમ ભાઈ સાબરીયાં ( ધારા સભ્ય ધાગધ્રા મત વિસ્તાર) ૩.ઋત્વિક ભાઈ મકવાણા ( ધારા સભ્ય ચોટીલા મત વિસ્તાર) આ ઉપરાંત સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત પ્રમુખ કલ્પના બેન ધોરિયા,ઉપ પ્રમુખ કાંતિ ભાઈ,પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ ચેતન ભાઈ ,. ખેડૂત અગ્રણી મોહન ભાઈ પટેલ અને તમામ ખેડૂતો જોડાયા હતાં અને અટકાયત કરવામાં આવી હતી