ફીસીંગમાં જતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો અને દરેક માછીમારોનો આરોગ્ય કેમ્પ યોજાયો
ઓખા માછીમારી બંદર ખાતે ઈન્ડીયન કોસગાર્ડ દ્વારા ઓખા મરીન પોલીસ સ્ટેશનના સહયોગથી ફીસરીઝ અવેરનેસ તથા મેડિકલ ચેક કેમ્પનો કાર્યક્રમ મોરી ફીસરીઝમાં રાખવામાં આવેલ જેમાં માછીમારોને ફીસીંગમાં જતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો અંગે માહિતી આપવામાં આવી અને લાઈફ જાકેટ, બોયા તથા ટ્રાન્સમીટરના ઉપયોગનો લાઈવ ડેકો બતાવવામાં આવ્યો હતો સાથે નોન ફીસીંગ જોન સરહદી બોડરમાં ન જવા ખાસ સુચનો સચિત્ર બતાવવી બોર્ડર એરીયાની માહિતી આપી હતી અને દરીયામાં શંકાસીલ વાહનોની ગતિવિધિ ધ્યાને આવે તો તુરત કોસગાર્ડની ૧૬ નંબરની ચેનલમાં જાણ કરવા સુચનો કર્યા હતા.
આ સાથે માછીમારોનું મેડિકલ ચેકઅપ પણ રાખવામાં આવેલ જેમાં તાત્કાલિક સારવારનો લાઈવ ડેમો બતાવી હાર્ડ એટેક આવે ત્યારે પ્રાથમિક સારવાર કેવી રીતે કરવી અને દરેક માછીમારોના બોડી ફીટનેસ તપાસી યોગ્ય લાગે તો તેઓને દવાઓ પણ આપવામાં આવી હતી અને છેલ્લે માછીમારોમાં ભાઈચારો રહે તે માટે તમામ સાથે મળીને દોરડા ખેંચની ગેમ રમી હતી. આ પ્રસંગે ઓખા મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગઢવી, મત્સય ઉધોગ નિયાક રાહુલભાઈ લશ્કરી તથા માછીમારી આગેવાનો મનોજભાઈ થોભાણી, મનોજભાઈ મોરી, પરેશભાઈ જોષી સાથે તમામ માછીમારો હાજર રહ્યા હતા.