સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં ગલોન્ડા પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ વિકાસના મુદાઓ પર ચર્ચા કરવામાં આવી મળતી માહિતી પ્રમાણે સૌની યોજના સૌનો વિકાસ, ગ્રામ પંચાયત ગલોન્ડા દ્વારા ગ્રામ સભાનું આયોજન પંચાયત કાર્યાલય પરિસરમાં કરવામાં આવ્યું હતુ.
ગ્રામ પંચાયત વિકાસ યોજના જન યોજના અભિયાન અંતર્ગત આયોજીત આ ગ્રામસભામાં દાદરાનગર હવેલી જીલ્લા પંચાયત પ્રમુખ રમણભાઈ કાકવા ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત ગલોન્ડા પંચાયતના જનપ્રતિનિધિ, વિભિન્ન વિભાગોનાં અધિકારી તથા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા ગ્રામસભામાં વિકાસ કાર્યો તેમજ આગામી દિવસોમાં કરવામાં આવનાર વિકાસીય કાર્યો પર ચર્ચા કરવામાં આવી તથા લોકોએ પણ પોતાની સમસ્યાઓ જણાવી.