રાજકોટમાં ખેલૈયાઓ ગરબા રમવા માટે ખૂબ જ ઉત્સાહી નજરે પડે છે
રાજકોટમાં ગરબાનો ક્રેઝ અનેરો
હાલ નવરાત્રીનો માહોલ પૂર જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ઠેર ઠેર ચાલતી નવરાત્રીમાં અનેકવિધ ગાયકો ખેલૈયાઓને ડોલાવશે ત્યારે આદ્યશકિત નવરાત્રીમાં લોકોને ડોલાવવા ઐશ્વરીયા મજબૂદાર આવી રહી છે. ત્યારે ઐશ્વર્યા મજબૂદારએ અબતકની મુલાકાત લીધી હતી અને અબતકની કામગીરીને વખાણી હતી.
તેમણે જણાવ્યું હતુ કે, રાજકોટ શહેર ખૂબજ અદભૂત છે. રાજકોટમાં રમવાનો પણ ખૂબ વધુ ક્રેઝ છે. જે માહોલ જોતા જ ખબર પડી જાય છે.વધુમાં તેમના માતાએ જણાવ્યું હતુ કે, જયારે બાળક જન્મ લ્યે છે, અને તે જયારે રડે છે. ત્યારે મા-બાપ માટે તે મધૂરશ્વર જ હોઈ છે. વધુમાં તેઓએ કહ્યું હતુ કે, ઐશ્વર્યા જયારે દોઢ વર્ષની હતી ત્યારથી તેને ગાયનમાં રૂચી હતી. અને તે જયારે સાડાત્રણ વર્ષની હતી ત્યારથી તેને સંગીતના કલાસ શરુ કરી દીધા હતા. ત્યારે ઐશ્વર્યા મજબૂદારએ વાત કરતા જણાવ્યુંં હતુ કે, દરેક વ્યકિતનો પોતાનો એટીટયુડ હોઈ છે. વધુમાં તેમણે કહ્યું હતુ કે, સંગીત મારા તરફ આવે છે.દક્ષિણના ગીતોથી ખૂબજ ઉત્સાહીત રહું છું વધુમાં તે ઓએ જણાવ્યું હતુ કે, તેઓ રાજકોટમાં નવરાત્રી માટે પ્રથમ વાર આવી રહ્યા છે. અને રાજકોટનાં ખેલૈયાઓને જુમાવવા તેઓ ખૂબજ ઉત્સુક છે. તેમણે એમ પણ કહ્યું હતુ કે, દરેક જનરેશન પોત પોતાના ઈનફલુઅન્સ લઈને આવતા હોઈ છે. ત્યારે ગીતોમાં ફયુઝન કઈ રીતે કરવું તે મહત્વની વાત છે.આજે રીલીઝ થના પોતાનું ગીત ‘પંખીડા’ વિશે તેમણે જણાવ્યું હતુ કે, આ ગીત તેઓએ રોક વર્ઝનમાં ગાયું છે. તેમણે એમ પણ જણાવ્યું હતુ કે, જો અત્યારે માતાજી હોત તો તે ફેસબુક, વોટસએપ પણ ઉપયોગ કરતા હોત.