રેલવે બોર્ડના અધ્યક્ષ અને રેલ મંત્રાલયના પદે સચિવ અશ્વની લોહાનીએ ભાવનગર તથા રાજકોટ ડિવીઝનો અને ભાવનગર વર્કશોપનું નિરીક્ષણ કર્યું.
નિરીક્ષણ દરમિયાન ભાવનગર પરા અને ભાવનગર ટર્મિનસ સ્ટેશનોને જોયુ અને ડીઆરએમ રુપા શ્રીનિવાસન અને સ્ટાફ સાથે ચર્ચા કરી, ડિવિઝન કાર્યાલયમાં તેઓએ નાના બાળકો દ્વારા બનાવેલ ચિત્રોની રોચક અને સુરુચિપૂર્ણ તરીકે આપવામાં આવી ચિત્રદીર્ઘાનું ધ્યાનપૂર્વક અવલોકન કર્યું તથા ડિવીઝનના અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે સંવાદ સ્થાપિત કર્યું.
મુખ્ય કારખાના મેનેજર આર.બી.વિજયવર્ગીયની સાથે તેઓએ કારખાનાથી સંબંધિત ગતિવિધીઓ અને પ્રગતિ પર વિસ્તૃત ચર્ચા કરી, કારખાનામાં વિભિન્ન વિભાગોમાં તેઓએ અપાકસી ગતિવિધીઓ અને પ્રગતિ પર વિસ્તૃત ચર્ચા કરી, કારખાનામાં વિભિન્ન વિભાગોમાં તેઓએ અપાકસી ફલોરિંગની સ્વચ્છતાના વખાણ કર્યા તથા કાર્યરત ૩૨ દિવ્યાંગ કર્મચારીઓની સાથે મળીને તેઓની કાર્યશૈલીની જાણકારી લીધી તથા તેમને પ્રોત્સાહન આપ્યું હતું.
ડિવિઝનલ રેલવે મેનેજર સુશ્રી રુપા શ્રીનિવાસનના માર્ગદર્શનમાં ભાવનગર ડિવિઝનના વિભિન્ન સ્ટેશનો પર સ્થાનિક કલા તથા સંસ્કૃતિના અનુરુપ કરેલ ચિત્રકારી તથા પોરબંદર સ્ટેશનને હેરીટેજ દેખાવ તરીકે વિકસીત કરવા તથા ટ્રેક સૌંદર્યકરણની મુકત કંઠે પ્રશંસા કરી. તેમણે તેને ભારતીય રેલવેના રોલ મોડલ બતાવ્યો.
રાજકોટમાં લોહાનીને સ્ટેશન પર હેરીટેજ ગેલેરીનું અવલોકન કર્યું તથા રેલવે હેરીટીજની ધરોહરોની સુરુચિપૂર્ણ તરીકે પ્રદર્શિત કરી તથા રાજકોટ સ્ટેશન પર પેન્ટીંગ્સને જોઈને પ્રસન્નતા વ્યકત કરી તથા મહાપ્રબંધક એ.કે.ગુપ્તા તથા ડિવિઝનલ રેલવે મેનેજર પી.બી.નિનાવે સાથે ચર્ચા કરી. તેઓએ ગાર્ડ તથા ક્રુ લોબી, ટીટીઈ રનિંગ રુમ, સીસીટીવી રુમ, ચાઈલ્ડ હેલ્પલાઈન બુથ, વેઈટીંગ રુમ, લીનન રુમ, ચેકિંગ સ્ટાફ ઓફિસ તથા ગાર્ડ અને ડ્રાઈવર રનિંગ રુમનું પણ નિરીક્ષણ કરીને કાર્યરત સ્ટાફ સાથે ચર્ચા કરી અને વૃક્ષારોપણમાં ભાગ લીધો.
ભાવનગરથી રાજકોટની વચ્ચે તેઓએ વિંડો ટ્રેલિંગ નિરીક્ષણ કર્યું તથા ગેટ નં.૯૨ પર ગેંગ નંબર ૨૧ તથા ૨૨ના ગેંગ સ્ટાફ સાથે ચર્ચા કરી તેમને પ્રોત્સાહન આપ્યું. તેઓએ કહ્યું કે ટ્રેકમેન આપણી ટ્રેનો તથા યાત્રીઓને સુરક્ષિત પોતાના સ્થાન સુધી પહોંચાડવામાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા આપે છે તથા અમને તેમના પર રેલવે કેન્ટીનની ઉપલબ્ધ સુવિધાઓની મુલાકાત લીધી તથા મહાપ્રબંધક પશ્ર્ચિમ રેલવે એ.કે.ગુપ્તા તથા ડિવિઝનલ રેલવે મેનેજર પી.બી.નિનાવે સાથેના સિનીયર અધિકારીઓ અને રેલવે સ્ટાફની સાથે ચર્ચા કરી તથા ડિવિઝનની ગતિવિધીઓ અને ઉપલબ્ધીઓ પર પ્રેઝન્ટેશન પણ જોયું.
તેઓએ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા સાથે પણ ભેટ કરી રનીંગ રુમમાં તેઓએ લોકો પાઈલોટ દિનેશ પરમારની સુપુત્રી સુશ્રી ધર્મિષ્ઠા જે ૧૨માં અદ્યનરત છે તેણે રનિંગ રુમની દિવાલો પર સામાજિક સમરતતા પર આધારીત ચિત્રકારી માટે ૨૦૦૦ રુપિયાનો રોકડ પુરસ્કાર આપીને અભિવાદન કર્યું.