સૌરાષ્ટ્રના માછીમારોને પણ વાવાઝોડા સામે ચેતવણી અપાઈ
વરસાદ અને ભુસ્ખલનને કારણે કેરળમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે હવે અરબી સમુદ્રમાં દબાણ વધતા ફરી એક વખત દક્ષિણ તેમજ પુર્વી રાજયોમાં ભારે વરસાદ થવાની શકયતાઓએ જોર પકડયું છે. અરેબિયન સીમા વાવાઝોડાને કારણે તમિલનાડુ, કેરળ, પોન્ડુચેરી અને લક્ષ્યદ્રીપમાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી ઈન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવી છે.
વધુમાં તેમણે કહ્યું કે, વાવાઝોડા બાદ તે ઓમાન અને યેમેન ઉપર ત્રાટકશે ત્યારે સુરક્ષાને પગલે દરિયાકાંઠાના માછીમારોને જાણ કરી તેમજ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોસ્ટલ ગાર્ડે કહ્યું હતું કે, કોચી અને લક્ષદ્વીપને જોખમથી બચાવવા હાઈ લેવલ મીટીંગ કરવામાં આવી હતી. આગામી ૧૨ કલાકમાં દરિયાકાંઠાની પરિસ્થિતિ ખુબ જ જોખમી બની શકે છે. માછીમારોએ દરિયાકાંઠે બાંધેલા વહાણોમાં ખેંચી લીધા છે. આગામી ૨૪ કલાક સુધી તેમણે દરીયામાં ન જવા માટે હાઈ એલર્ટ જાહેર કરી દેવાયો છે.
ડિપ્રેશન વાવાઝોડાને કારણે બંગાળની ખાડી અને આંદામાન સહિતના દરિયાકાંઠા ઉપર ૨૪ કલાકમાં તબાહી થવાની સંભાવના છે ત્યાં વિનાશ વેર્યો બાદ આ વાવાઝોડુ ઓડિશા તરફ જશે તો સૌરાષ્ટ્રમાં પણ માછીમારોને વાવાઝોડા સામે ચેતવણી આપી દેવામાં આવી છે. લક્ષદ્વિપ ખાતે સર્જાતુ હળવુ દબાણ વાવાઝોડામાં પરિવર્તીત થઈ રહ્યું હોવાને કારણે બંદરો ઉપર ૧ નંબરનું સિગ્નલ લગાવાયું છે.