રાજયમાં ર૭ ને સ્વાઇનફલુ ભરખી ગયો: ૨૦૧૭ સ્વાઇન ફલુના ભરડામાં

હાહાકાર મચાવતાં સ્વાઇનફલુ વાયરસને કારણે અત્યાર સુધી સૌરાષ્ટ્રભરમાં કુલ ૧૩ મોત નિપજયાં છે. પરંતુ છેલ્લા બે દિવસમાં સ્વાઇનફલુમાં એક પણ મોત નોંધાયું ન હતું. પરંતુ શુક્રવારે સ્વાઇનફલુમાં એક સાથે ૪ ના મોત નિપજતા લોકોમાં ફફડાટ  મચી જવા પામ્યો છે.

સૌરાષ્ટ્રભરમાં સીઝનલફલુનો કહેર માથુ ઉચકાવી રહ્યો હોય તેમ રાજકોટમાં એક જ દિવસમાં જ મોત નિપજતા આરોગ્ય તંત્ર સહીત લોકોમાં ભયનો માહોલ છવાઇ રહ્યો છે. સૌરાષ્ટ્રભરમાં અત્યાર સુધી ૮૭ કેસ સિઝનલફલુ હેઠળ નોંધાયા છે. અને કુલ ૧૯ લોકોના મોત નિપજયા છે. શુક્રવારે રાજકોટ ગ્રામ્યમાં એક સ્વાઇનફલુને કારણે એક મોત નિપજયું હતું. જેની વિગતો જાહેર કરવામાં આવી ન હતી. જયારે રવિવારે સીધો મૃત્યુઆંક છલાંગ લગાવતા ૧૯ સુધી પહોંચી રહ્યો છે.

જયારે બે દિવસમાં અન્ય ૧૦ રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે જેમાં શહેરના ૪ ગ્રામ્યના ૪ અને અન્ય જીલ્લાના ર રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જયારે હાલ રાજકોટની સીવીલ અને ખાનગી હોસ્પિટલોમાં હાલ ર૯ જેટલા દર્દીઓ સ્વાઇનફલુ હેઠળ સારવાર લઇ રહ્યા છે. સીઝનલફલુમાં અત્યાર સુધી ૧૯ના મોત નિપજયાથી હાહાકાર મચી જવા પામ્યો છે. જેમા રાજકોટ ગ્રામ્યના ૩, રાજકોટમાં ૪ અને અન્ય જીલ્લાઓમાં ૧ર જેટલા દર્દીઓના મોત નિપજયાં છે.ફ ગત વર્ષના પ્રમાણમાં સ્વાઇનફલુના વધતા જતા પ્રમાણને નિયંત્રણમાં લાવવા આરોગ્ય તંત્ર દ્વારા તનતોડ મહેનત કરાઇ રહી છે ડેથ રિવ્યુ કમીટી તથા તમામ કેન્દ્રોમાં વિનામૂલ્યે દવાઓનું વહેચાણ પણ કરવામાં આવી રહ્યું છે.

સૌરાષ્ટ્રભરમાં સ્વાઇનફલુના દર્દીઓની સારવાર માટે રાજકોટ કેન્દ્રનું સ્થાન માનવામાં આવે છે. હાલ રાજકોટ સહીત અન્ય જીલ્લાઓના કુલ ૮૭ જેટલા કેસ નોંધાયા છે. જેમાં ર૯ જેટલા દર્દીઓ હાલ ખાનગી અને સીવીલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તા.પ ઓકટોબર સુધી ૧૩ દર્દીઓના મોત નિપજયાં હતા. જયારે રવિવારે આવેલા રિપોર્ટમાં કુલ ૧૯ દર્દીઓના મોત નિપજયાનું જણાવામાં આવ્યું છે.

રાજકોટના જ ૪ દર્દીઓના એક જ દિવસમાં મોત નિપજતા સિઝનલફલુનો ખોફ લોકોમાં વધી રહ્યો છે. રાજકોટમાં ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા પંચનાથ સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષીય વૃઘ્ધ, આમ્રપાલીના સુભાષનગરમાં રહેતા ૭ર વર્ષીય વૃઘ્ધ, મવડી ચોક જશરાજ-૪ માં રહેતાી ૩ર વર્ષીય મહીલા અને ગાંધીગ્રામમાં રહેતા પ૧ વર્ષીય મહીલા સહીત તમામના ર૪ કલાકમાં સ્વાઇનફલુની સારવાર દરમિયાન મોત નિપજતાં ફફડાટ મચી જવા પામ્યો છે.

ત્યારે ઉલ્લેખનીય છે કે ગુજરાતભરમાં પર વધુ નવો કેસ સ્વાઇનફલુ હેઠળ દાખલ થયા છે જયારે ૧લી સપ્ટેમ્બરથી હાલ સુધી કુલ ૧૦૨૭ કેસ સ્વાઇનફલુ હેઠળ નોંધાયા છે જેમાંથી સારવાર દરમિયાન ર૭ જેટલા લોકોના મોત નિપજયા છે. સ્વાસઇફલુ વાયરસે પોતાની પકડ જમાવતા ગુજરાતભરમાં રોજના સરેરાશ ર૭ જેટલા કેસ નોંધાય રહ્યા છે. જેમાં ફકત અમદાવાદમાં જ ૪૦ ટકા જેટલા દર્દીઓ સ્વાઇનફલુ હેઠળ સારવાર લઇ રહ્યા છે. ગુજરાતમાં હબ એવા અમદાવાદ શહેરમાં સ્વાઇનફલુના દર્દીઓનો સૌથી વધુ ધસારો જોવા મળી રહ્યો છે.

રોજબરોજ વધતા જતાં દર્દીઓ સામે અમદાવાદ સહીત ગુજરાતભરનાં મુખ્ય શહેરોમાં સ્વાઇનફલુના દર્દીઓથી ખાનગી અને સીવીલ હોસ્પિટલો ઉભરાઇ રહી છે. ગ્રામ વિસ્તારોમાંથી આવતા દર્દીઓ સારવાર માટે આસપાસના મુખ્ય શહેરોની સીવીલ હોસ્પિટલમાં ખસેડાઇ રહ્યા છે ત્યારે આરોગ્ય તંત્ર અને તબીબો દ્વારા પણ સ્વાઇનફલુના કહેર સામે કમાન લાગવી નિયંત્રણમાં લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

સૌરાષ્ટ્રભરમાં હાહાકાર મચાવતા સ્વાઇનફલુમાં રાજકોટની ખાનગી તથા સીવીલ હોસ્પિટલોમાં ઘસારો જોવા મળી રહ્યો છે. એક જદિવસમાં જ મોત નિપજતાં લોકો ભયભીત સ્થિતીમાં મૂકાયા છે. સાથે રાજકોટમાં વિછીંયાના પીપરડી ગામના ૪૫ વર્ષીય પુરૂષ, અમરેલીના ૩ર વર્ષીય યુવાન, મોરબીના ૩પ વર્ષીય વૃઘ્ધાને રિપોર્ટ પોઝીટીવ આવતા સ્વાઇનફલુ વોર્ડ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.