જાગૃત કોર્પોરોટર ગાયત્રીબા વાઘેલા અને દિલીપ આસવાણીના પ્રયાસોને સફળતા
વોર્ડ નં.૩માં રૂખડીયાપરા, મંગલપાંડે સ્કુલની પાછળની શેરીમાં ઘણા વર્ષોથી ડામર રોડનું કામકાજ થયેલ ન હતુ જેના કારણે ચોમાસામાં વરસાદી પાણી ભરાવાના કારણે ખૂબજ ગંદકી થતી હતી.
શષરીને સીસી રોડથી મઢવા માટે સ્થાનીક લોકો દ્વારા વિસ્તારનાં જાગૃત કોર્પોરેટર શ્રીમતી ગાયત્રીબા વાઘેલાને રજૂઆત કરવામાં આવી હતી. ગાયત્રીબા વાઘેલા દ્વારા મહાનગરપાલીકાના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી તાત્કાલીક ધોરણે વોર્ડ નં.૩ના રૂખડીયાપરાનાં મંગલ પાંડે સ્કુલ પાસેના રોડને સીસી કરવા માટે મંજૂર કરાવેલ હતો.
તેમજ મીયાણાવાસ રેલનગર મેઈનરાડ પાસે ક્રિશ્ર્નાપાર્ક સામે નગરસેવક તરીકેની વ્યકિતગત ગ્રાન્ટમાંથી ઈન્રલોકીંગ પેવીંગ બ્લોક નાખવાની કામગીરી મંજૂર કરાવી હતી. આ બંને કામગીરીનો આજે વિસ્તારના જાગૃત કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાના હસ્તે કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, કોંગ્રેસના આગેવાન અશોકસિંહ વાઘેલા આઈ.કે.શેખ તેમજ વિસ્તારનાં સ્થાનીક લોકોની ઉપસ્થિતિમાં કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ટીચુકભાઈ, મહિલા આગેવાનો જીન્નતબેન રોસનબેન, વખુબેન, ફરીદાબેન, હેમીબેન મધુબેન, રોશનબેન આમદભાઈ, ભારતીબેન રાજવીર નિરૂબેન, સાહીસ્તાબેન, ગીતાબેન તમેજ વસંતભાઈ સાહરૂખભાઈ, અઝરૂદીનભાઈ, યોગેશ પરમાર, શિરાઝભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને જાગૃત કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાનો આભાર માન્યો હતો.