નવા ગ્રાઉન્ડમાં શકિત સ્પોર્ટસ કલબ દ્વારા ઓપન ગુજરાત ટી-ટવેન્ટી લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
રાજકોટ મોરબી હાઈવે પર રતનપર ખાતે ૭૦ મીટર સંપૂર્ણ ગ્રાસ વાળુ ૩ ટર્ફ વિકેટ ધરાવતુ આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરાયું છે.
જયેન્દ્રસિંહ ઝાલાના ફાર્મ ખાતે જાણીતા પીચ કયુરેટર રસીકભાઈ મકવાણા અને સતીષ મકવાણાના માર્ગદર્શનથી ઉતમ ગ્રાઉન્ડ તૈયાર કરાયું છે.
પહેલા નોરતાથીક આ ગ્રાઉન્ડ ખાતે શકિત સ્પોર્ટસ કલબ દ્વારા ઓપન ગુજરાત ટવેન્ટી લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. આ ટુર્નામેન્ટમાં રાજસમઢીયાળા, રાજકોટ સીટીપોલીસ, નડીયાદ, આણંદ, છોટાઉદેપૂર, ભાવનગર, બનાવકાંઠા, પીજીવીસીએલ જૂનાગઢ, સહિતની ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઈચ્છુક ટીમે હાઉઝેટ સ્પોર્ટસ સંદિપ ગાંધી મો.નં. ૯૪૨૬૯૩૬૩૬૬૬ અથવા મયુરસિંહ ઝાલા મો.નં. ૯૮૨૫૬૦૪૪૬૪નો સંપર્ક કરવા જણાવાયું છે.