તમામ વર્ગમાંથી બાળકો સ્પોર્ટસમાં આગળ વધે તેવા ઉમદા હેતુ સાથે જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદના માર્ગદર્શન હેઠળ ગ્રાઉન્ડ તૈયાર કરાયું: ઓપન ગુજરાત ક્રિકેટ ટૂર્નામેન્ટના માધ્યમથી ભંડોળ એકઠું કરાશે: ગ્રાઉન્ડમાં છ ટાવર ઉભા કરી ૧૪૦ લાઇટ લગાવી
શહેર અને જિલ્લાના બાળકો સ્પોર્ટસમાં આગળ વધે તેવા ઉમદા હેતુ સાથે જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદ દ્વારા મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે ક્રિકેટ એકેડમી બનાવી રહ્યા છે. ક્રિકેટ એકેડમી થકી તમામ વર્ગના બાળકોને જ‚રી પ્લેટ ફોર્મ મળી રહેશે. ક્રિકેટ એકેડમી માટે જ‚રી ફંડ એકઠું કરવા તા.૧ મેથી તા.૧૦ મે સુધી મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે તૈયાર કરાયેલા ગ્રાઉન્ડમાં ઓપન ગુજરાત ટેનિશ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે.
ક્રિકેટનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે શહેરમાં એક સા‚ ગ્રાઉન્ડની સાથે જ‚રી માર્ગ દર્શન મળી રહે તે માટે મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે ક્રિકેટ એકેડમી બની જશે ક્રિકેટ એકેડમી માટે જ‚રી ફંડ એકઠું કરવા માટે જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદના સિધા માર્ગ દર્શન હેઠળ ટેનિશ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજનકરવામાં આવ્યું છે. જેમાં ૩૨ ટીમ વચ્ચે નોકઆઉટ સ્પર્ધા થશે. ટૂર્નામેન્ટમાં ભાગ લેવાઆવતી તમામ ટીમને ચા-નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પુરસ્કાર આપવાનો નિર્ણય કરવામાંઆવ્યો છે.
મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે રાત્રી પ્રકાશ મેચ રમવાના હોવાથી છ જેટલા ટાવર ઉભા કરી ૧૪૦ લાઇટ સાથે ગ્રાઉન્ડ ઝળહળી ઉઠશે તેમ મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતા પી.એસ.આઇ. રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ગ્રાઉન્ડ તૈયાર કરવાની કામગીરી કોમેન્ટર મુકેશ બારોટને સોપવામાં આવી છે. જ્યારે ટૂર્નામેન્ટની તમામ જવાબદારી શિરીષભાઇ ચુડાસમાને સોપવામાં આવી છે.
ટેનિશ ટૂર્નામેન્ટ દરમિયાન ભૂતપુર્વ ક્રિકેટરોને બોલાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. ટૂર્નામેન્ટની સેમી ફાઇનલ અને ફાઇલન મેચનું ‘અબતક’ ચેનલમાં લાઇવ પસારણ કરવામાં આવનાર છે. ચેમ્પીન ટીમને ‚ા.૫૧ હજાર અને રનર્સઅપ ટીમને ‚ા.૨૫ હજારનું ઇનામ સહિત અનેક પુરસ્કાર આપવામાં આવનાર હોવાનું શિરિષભાઇ ચુડાસમાએ જણાવ્યું હતું.
મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે બનનાર ક્રિકેટ એકેડમી માટે બનાલેબ્સ, ગોંડલ ભૂણાવા ખાતેની શક્તિમાન અને ગોપાલ નમકી દ્વારા સ્પોન્સરશીપ મેળવી સારો સહયોગ આપ્યો હોવાનું પી.એસ.આઇ. રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
ગરીબ વર્ગના બાળકો વિના મુલ્યે ભાગ લઇ ક્રિકેટમાં આગળ વધે તે માટે શ‚ થતી ક્રિકેટ એકેડમીમાં જિલ્લાના તમામ પોલીસ મથકના સ્ટાફનો સહયોગ મળ્યો હોવાનું જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદે જણાવી મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતેનું ક્રિકેટ ગ્રાઉન્ડ રાજકોટ માટે કાયમી એક નજરાણું બની રહેશે તેમ જણાવ્યું હતું.