ભણતર સાથે ગણતર: ઇજનેરી જ્ઞાન સાથે વ્યકિતગત વિકાસ અને નેતૃત્વની ટ્રેનીંગ અપાઇ
ભણતર સાથે ગણતર ઇજનેર જ્ઞાન સાથે વ્યકિતત્વ વિકાસ, નેતૃત્વ ટીમવર્ક શારીરિક અને માનસિક સજજતા રાષ્ટભાવના, તક્ષશીલા અને નાલંદાને ઉજાગર કરવાનો તેમજ આધુનિક ગુરુકુળને તેમજ દેશપ્રેમના ગુણોને વિકસાવવાના હેતુથી વીવીપી ઇજનેરી કોલેજમાં ઐતિહાસિક ચોવીસ (ર૪) કલાકના પર્સનાલીટી કમ સ્કીલ ડેવપમેન્ટ પ્રોગ્રામ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં પ્લેસમેન્ટ મેળવવા પણ આ પ્રકારના કૌશલ્યો અત્યંત જરુરી હોય છે. પ્રથમ દિવસ સાંજે ૬.૩૦ વાગ્યાથી શરુ કરી બીજા દિવસે સાંજે ૬ વાગ્યા સુધીના કોલેજમાં ઐતિહાસિક ચોવીસ (ર૪) કલાકના પર્સનાલીટી કમ સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કેમ્પનું આોજન કરવામાં આવ્યું હતું. આંતર રાષ્ટ્રીય કંપનીઓમાં પ્લેસમેન્ટ મેળવવા પણ આ પ્રકારના કૌશલ્યો અત્યંત જરુરી હોય છે.
પ્રથમ દિવસ સાંજે ૬.૩૦ વાગ્યાથી શરુ કરી બીજા દિવસે સાંજે ૬.૩૦ વાગ્યા સુધીના કોલેજ ખાતે જ રાત્રી રોકાણ સાથેના આ કેમ્પમાટે ૭૪ વિઘાર્થીઓ અને ર૮ વિઘાર્થીનીઓ મળી કુલ ૧૦૨ વિઘાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. કોલેજના આચાર્યશ્રી ડો. જયેશભાઇ દેશકરના ના માર્ગદશન હેઠળ કેમ્પનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આચાર્ય ડો. જયેશભાઇ દેશકર પણ ર૪ કલાક સતત હાજર રહ્યા હતા. સાંજે ૬.૩૦ વાગ્યે દિપ-પ્રાગટય ત્રણ ઓમકાર અને કેમ્પની માહીતી સાથે શુભ શરુઆત કરવામાં આવી હતી.
પ્રથમ દિવસે વિઘાર્થીઓમાં નેતૃત્વનું શાણપણ, ચારિત્ર્યની ઉંડી સમજ તેમજ વ્યકિતત્વનો વિકાસ થાય એ હેતુથી આચાર્ય ડો. જયેશભાઇ દેશરે સ્વામી વિવેકાનંદ અને અન્ય મહાપુરુષોના ઉદાહરણ આપીને વિસ્તૃત છણાવટ કરી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય પ્રવકતા અને આકીટેક કમલેશભાઇ સોમપુરાએ છત્રપતિ શિવાજી મહારાજના વ્યકિતત્વ અને તેમના જીવનના પ્રસંગો વિશે વાત કરી હતી.
તેમજ શિવાથી છત્રપતિ શિવાજી સુધીના પરાક્રમોનું આકર્ષક, શૈલીમાં વર્ણન કર્યુ હતું. તેમજ ૪પ મિનીટમાં વિડીયો કિલપની મદદથી સફળતાની એબીસીડીનું પ્રોત્સાહન ભર્યુ જ્ઞાન, દુનિયાના સાહસિક લોકોના જીવન પ્રસંગોના ઉદાહરણથી પુરૂ પાડવામાં આવ્યું હતું. કેમ્પ વિશે વિઘાર્થીઓના મંતવ્યો લઇ કેમ્પનું સમાપન ભારત માતા કી જય અને વંદે માતરમ ના નાદ સાથે કરવામાં આવ્યું હતું.
નવતર અભિગમ સાથે દરેક સત્રની શરુઆત દેશભકિતના ગાનથી કરવામાં આવી હતી. બન્ને દિવસો દરમિયાન વિઘાર્થીઓને નાસ્તો તથા ભોજન પુરા પાડવામાં આવ્યા હતા. કેમ્પની સફળતા માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર વિગેરેએ ભાગ લેનાર વિઘાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.