રશિયા-અમેરિકા વચ્ચે સંબંધોની ‘નટચાલ’માં મોદીને પ્રથમ સફળતા
એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ વિશ્વમાં સૌથી એડવાન્સ
૩૬૦ કી.મી.ના અંતરમાં અલગ અલગ ૩૬ ટાર્ગેટ ઉપર નિશાન સાધી શકવા સક્ષમ
રશિયા અને અમેરિકા વચ્ચે સંબંધોમાં સમતોલન જાળવવામાં મોદી સરકાર પ્રારંભીક તબકકે સફળતાથી આગળ વધી રહી છે. જેના પરિણામે ભારતને રશિયાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું સુરક્ષા કવચ મળ્યું છે.
ભારત જેની આતુરતાપૂર્વક રાહ જોતું હતું અને દુનિયા આખી જેના પર નજર રાખીને બેઠી છે તે એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમને લઈને ભારત અને રશિયા વચ્ચે સોદો થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આગેવાનીમાં યોજાયેલા શિખર સંમેલનમાં આ સોદા પર સહમતિ સંધાઈ છે.
બંને દેશોએ આ સમજુતિ પર હસ્તાક્ષર પણ કરી દીધા છે. ભારત આ સિસ્ટમ માટે ૪૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ દેશની સૌથી મોડી ડિફેન્સ ડીલ પૈકીની એક છે. અમેરિકા ડીલનો વિરોધ કરી રહ્યુ હતુ. જોકે આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને તેની શું વિશેષતાઓ છે તે જાણવુ પણ જરૂરી છે.
એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ દુનિયાની સૌથી એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ મનાય છે. રશિયન આર્મીમાં આ મિસાઈલ સિસ્ટમની ૨૦૦૭માં એન્ટ્રી થઈ હતી. જે એક જ વખતમાં અલગ અલગ ૩૬ ટાર્ગેટ પર નિશાન સાધી શકે છે.
એસ-૪૦૦ વાયુસેના માટે જરૂરી તાકાત પ્રદાન કરશે. કારણકે પાકિસ્તાન પાસે ઋ-૧૬ વિમાનોની ૨૦ સ્કવોડ્રન છે. આ સીવાય ચીન પાસેથી મળેલા આધુનિક ઉં-૧૭ વિમાનો છે. આ સીવાય ચીન પાસેના ૧૭૦૦ લડાકુ વિમાનોમાંથી ૮૦૦ ફોર્થ જનરેશનના વિમાનો છે. જે ભારત માટે ખતરો છે.
બીજી તરફ ભારતના પોતાના લડાકુ વિમાનોની સંખ્યા ઘટી રહી છે. આ સંજોગોમાં દુશ્મન દેશના મિસાઈલ કે વિમાનોને હવામાં તોડી પાડવા માટે ભારત પાસે આ પ્રકારનુ સંરક્ષણ કવચ હોવુ જરૂરી છે.
એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ ૪૦૦ કિલોમીટર સુધીના અંતરમાં વાર કરવા માટે સક્ષમ છે. મહત્વની વાત એ છે કે ચીન પાસે પણ આ જ સિસ્ટમ છે. જે રશિયા પાસેથી જ તેણે ખરીદી છે. એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ અગાઉની એસ-૪૦૦ સિસ્ટમનુ અપગ્રેડ કરાયેલુ વર્ઝન છે.
રશિયાનો દાવો છે કે પ્રતિ સેકન્ડ ૪૮૦૦ મીટરની ઝડપથી આવી રહેલા કોઈ પણ ટાર્ગેટને આ સિસ્ટમ દ્વારા નષ્ટ કરી શકાય છે. અમેરિકાના અત્યાધુનિક એફ-૩૫ વિમાનોને પણ આ સિસ્ટમ આસાનીથી ટાર્ગેટ કરી શકે છે.
એસ-૪૦૦ રોડ મોબાઈલ છે. એક વખત સૂચના મળે તો ૫ થી ૧૦ મિનિટમાં તેની તૈનાતી થઈ શકે છે. એસ-૪૦૦ ૩૬૦ ડિગ્રીના દાયરામાં કોઈ પણ ટાર્ગેટને સ્કેન કરીને તેને નિશાન બનાવી શકે છે.