સિવિલ અને ખાનગીમાં ૩૭ દર્દીઓ સારવારમાં: ૧૪ માસના બાળકનો રિપોર્ટ બાકી
સિઝનલફલુમાં દિવસે-દિવસે દર્દીઓમાં વધારો થતો રહ્યો છે તેની સાથે મૃત્યુ આંકમાં પણ થતો વધારો ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ગઈકાલે જેતપુરની મહિલાએ દમ તોડયો હતો ત્યારે વધુ એક વેરાવળની મહિલાઓને ૧૯ દિવસની સારવાર નિષ્ફળ નિવડતા દમ તોડયો હતો. વેરાવળની મહિલાનું મોત નિપજતાં કુલ મૃત્યુ આંક ૧૪ સુધી પહોંચ્યો છે. જયારે વધુ એક દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવતા કુલ ૭૭ કેસ દાખલ સ્વાઈનફલુને કારણે દાખલ કરાયા છે. જેમાં ૩૭ જેટલા દર્દીઓને સ્વાઈનફલુ વોર્ડ હેઠળ સારવાર ચાલી રહી છે. વધુ વિગત મુજબ સિઝનલફલુનો ફફડાટ દિવસે-દિવસે વધતો રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે જેતપુરની મહિલાનું મોત નિપજયું હતું.
જયારે વધુ એક વેરાવળની ૫૮ વર્ષીય મહિલાનું ૧૯ દિવસની સારવાર બાદ પણ દમ તોડતા મૃત્યુઆંક ૧૪ સુધી પહોંચી રહ્યો છે. જયારે ખાનગી અને સિવિલ હોસ્પિટલનો હાલ ૩૭ જેટલા દર્દીઓ સ્વાઈનફલુ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. રાજકોટમાં સ્વાઈનફલુના નોંધાયેલા દર્દીઓની સંખ્યા ૭૭ થઈ છે જે પૈકી ૩૭ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
રાજકોટ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થયેલી માહિતી મુજબ રાજકોટના ગાંધીગ્રામમાં રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધા, શોભના સોસાયટીમાં રહેતા ૫૨ વર્ષીય પ્રૌઢા, ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ ખાતે રહેતા ૬૪ વર્ષીય વૃદ્ધા અને માંગરોળના ખોડાદા ગામના ૩૦ વર્ષીય યુવાનનો રીપોર્ટ પોઝીટીવ આવતા સ્વાઈનફલુ વોર્ડમાં સારવાર અર્થે ખસેડાયા છે. જયારે ગ્રામ્યમાં ૧૯ કેસ નોંધાયા છે જેની સામે બે મોત થયા છે. તેમજ અન્ય જીલ્લાઓમાંથી રાજકોટમાં સારવાર લેવા આવ્યા હોય તેવા ૩૯ દર્દીઓની નોંધ થઈ છે જે પૈકી ૧૧ના મોત નિપજયા છે. હાલ હોસ્પિટલોમાં ૩૭ જેટલા દર્દીઓની સ્વાઈનફલુ હેઠળ સારવાર ચાલી રહી છે.