સૌરાષ્ટ્રની મોટી કોર્પોરેટ હોસ્પિટલમાં ગણના પામતી સ્ટલીંગ હોસ્પિટલમાં એક માત્ર કાર્ડીયાક સર્જન પણ સમયાંતરે અચાનક રજા પર જતા રહેતા હોય દર્દીઓની હાલત ‘રામ ભરોસે’.
સ્ટલીંગ હોસ્પિટલનું મોટું નામ સાંભળીને લાખો રૂ. ના ખર્ચે સારવાર કરાવવા આવતા હ્રદય રોગના દર્દીઓની દયનીય હાલત, ‘મા અમૃત્તમ કાર્ડ’માં ઓપરેશન માટે લાંબા વેઇટીંગની લાભાર્થી દર્દીઓની હાલત અચિદયનીય
સૌરાષ્ટ્રની જાણીતી અગ્રણી કોર્પોરેટ હોસ્પિટલોમાં જેની ગણના થાય તેવી સ્ટલીંગ હોસ્પિટલમાં એક માત્ર કાર્ડીયાક સર્જન છે. આ પર પ્રાંતિય કાર્ડીયાક સર્જન પણ અવાર નવાર અચાનક પોતાના ઘરે જતા રહેતા હોય આ હોસ્પિટલમાં ગંભીર પ્રકારની કાર્ડીયાક સર્જરી માટે દાખલ દર્દીઓની હાલત ‘રામ ભરોસે ’જેવી થઇ જાય છે.
તેમાં પણ આ હોસ્પિટલમાં ‘માં અમૃતમ’કાર્ડના દર્દીઓનું ઓપરેશન માટે લાંબુ વેઇટીંગ રહેતું હોય આવા નામ નોંધાયેલા દર્દીઓની હાલત ‘રામ શરણ’પહોંચી જવા જેવી થઇ જયા છે. ‘નામ બડે ઔર દર્શન છોટે’જેવી સ્ટલીંગ હોસ્પિટલના આવી દુર્દશાનો જીવતં કિસ્સો ‘અબતક’ની નજરમાં આવ્યો છે.
આ કિસ્સાની પ્રાપ્ત વિગતો મુજબ જામનગરમાં રહેતા લક્ષ્મણભાઇ પિલ્લાઇ નામના વૃઘ્ધને હ્રદયમાં દુ:ખાવો ઉપાડતા તેને જામનગરની હોસ્પિટલમાં હ્રદય રોગના નિષ્ણાંત ડોકટરનો દેખાડયું હતું. જયાંથી વધુ સારવાર માટે તેમને અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં કરાવવામાં આવેલા રીપોર્ટમાં તેમના હ્રદયની ૮૦ ટકા નળીઓ બ્લોકે જ હોવાનું નિદાન થયું હતું.
જેથી ડોકટરોએ તેમના પરિવારજનોને તાત્કાલીક બાયપાસનું ઓપરેશન કરવાની સલાહ આપી હતી. પરંતુ પિલ્લાઇ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોય તેઓએ જામનગર પરત આવીને ‘મા અમૃત્તમ’ કાર્ડ કઢાવ્યું હતું જે બાદ આ કાર્ડ હેઠળ જયાં બાયપાસની સર્જરી થાય છે તેવી સ્ટલીંગ હોસ્પિટલમા આવ્યા હતા.
જેથી, સ્ટલીંગ હોસ્ટિપલના એક માત્ર કાર્ડીયાક સર્જન ડો. સુરીર પાંડે એ તેમને ચકાસીને ઓપરેશન માટે પાંચ તારીખ એટલે કે આજની તારીખ આપીને આજે સવારે દાખલ થવાનું જણાવ્યું હતું આજે સવારે પિલ્લાઇ પરિવાર દર્દી લક્ષ્મણભાઇને લઇને સ્ટલીંગ હોસ્પિટલે આવ્યા તો રિસેપ્શન પરથી જણાવી દેવામાં આવ્યું હતું કે ડો. સુધીર ડાંડે અચાનક રજા પર ઉતરી ગયા છે.
જેથી હવે તેઓ સોમવારે પરત આવે તે બાદ તમને ઓપરેશન માટેની નવી તારીખ આપવામાં આવશે. લક્ષ્મણભાઇની હાલત ગંભીર હોય હોસ્પિટલ સત્તાધીશોના આવા જવાબથી પિલ્લાઇ પરિવાર મુંઝવણમાં મુકાઇ જવા પામ્યો હતો. જે બાદ લાંબી મથામણ બાદ તેમને ‘માં અમૃતમ કાર્ડ’યોજના હેઠળ આવરી લેવાયેલી શહેરની અન્ય હોસ્પિટલમાં ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યા હતો.
પરંતુ જે રાજકોટની એકમાત્ર સ્ટલીંગ હોસ્પિટલમાં જ જો ‘માં અમૃત્તમ કાર્ડ’હેઠળ હ્રદયના રોગનું ઓપરેશન થતું હોત અને તેના કાર્ડીયાક સર્જન અચાનક પર ઉતરી જાય તો તાત્કાલીક ઓપરેશનની જરુરીયાત વાળા ગરીબ દર્દીઓને કાં તો લાખો રૂ ખર્ચીને ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું પડત અથવા પોતાની જીવનને રામ ભરોે મુકી દેવુ પડત સ્ટલીંગ હોસ્પિટલ જેવી અગ્રણી કોર્પોરેટ હોસ્પિટલમાં ડોકટરોના આવા બે જવાબદાર વર્તન અંગે અમારી ટીમે હોસ્પિટલ મેનેજમેન્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ મેનેજમેન્ટે અમારી પાસે એકમાત્ર કાર્ડીયાક સર્જન છે તે પણ બહારના રાજયના હોય અનેક વખત અચાનક રજા પર જતા રહે. જેથી અમારી પાસે આવા દર્દીઓને પાછા મોકલવા સિવાય બીજો વિકલ્પ નથી.
મીડીયા અમોને કાર્ડીયાક સર્જનની વ્યવસ્થા કરી આપે: ઘનશ્યામ ગુંસાણી
રાજકોટની સ્ટલીંગ હોસ્પિટલના એક માત્ર કાર્ડીયાક સર્જન ડો. સુધીર ડાંડે સમયાંતરે અચાનક રજા પર ઉતરી જતા હોય છે. જેના કારણે હ્રદયરોગના ઓપરેશન માટે આવતા દર્દીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. જેનો હોસ્પિટલ મેનેજમેન્ટ વતી ઝોનલ ડાયરેકટર ઘનશ્યામ ગુંસાણીએ સ્વીકાર કરતા જણાવ્યું હતું કે અમોને બીજા કોઇ કાર્ડયાક સર્જન મળતા નથી.
મીડીયા પાસે કાર્ડીયાક સર્જન હોય તો અમોને આપો તેવો જવાબ આપીને વાતને ફેરવવાનો પ્રયત્ન કર્યો હતો. જો સ્ટલીંગ હોસ્પિટલ જેવી જાણીતી અગ્રણી કોર્પોરેટ હોસ્પિટલને ડોકટરો મળતા ન હોય તો મોટું નામ સાંભળીને લાખો રૂ આપીને સારવાર માટે આ હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની હાલત તો રામ ભરોસો જ ગણી શકાય.