વર્ષ ૨૦૧૨માં હાથ ધરાયેલી પશુ ગણતરીમાં શહેરમાં ૪૦ હજાર જેટલા પશુઓ નોંધાયા હત
કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં પશુ ગણતરીનો આરંભ કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટુંક સમયમાં પશુની ગણતરી શરૂ કરવામાં આવશે. દરમિયાન આગામી ૧લી નવેમ્બરથી શ્વાન ખસીકરણની કામગીરી પણ શરૂ કરાશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાલ કેન્દ્ર સરકાર દ્વારા પશુ ગણતરી શ કરવામાં આવી છે. મહાપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૨માં શહેરમાં પશુની ગણતરી કરવામાં આવી હતી જેમાં શહેરમાં ૪૦ હજાર જેટલા પશુઓ હતા. રાજમાર્ગો પર રખડતા ભટકતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરાતા પશુઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. હાલ શહેરમાં ૧૫ હજાર ટેગવાળા એટલે કે રજીસ્ટ્રેશન થયેલા પશુઓ છે. ઢોર ડબ્બા ખાતે ૮૦૦ અને એનીમલ હોસ્ટેલ ખાતે ૧૦૦૦ ઢોર વસવાટ કરી રહ્યા છે.
પશુ ગણતરીમાં ગાય, ભેંસ, બકરા, ઉંટ, હાથી, ઘોડા સહિતના ૪ પગવાળા પશુઓની ગણતરી કરવામાં આવશે જોકે તેમાં પાલતું કુતરાનો સમાવેશ કરાશે નહીં.
તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા શહેરમાં શ્વાન ખસીકરણનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે જોકે આ દરખાસ્તને હજી સુધી વહિવટી મંજુરી ન મળી હોવાના કારણે શહેરમાં શ્વાન ખસીકરણની કામગીરી બંધ જેવી હાલતમાં છે. પ્રતિ શ્વાનના ખસીકરણ માટે એનીમલ રાઈટસ નામની સંસ્થાને રૂ.૧૮૪૫ ચુકવવામાં આવશે. આગામી ૧લી નવેમ્બરથી શહેરમાં ફરી શ્વાન ખસીકરણની કામગીરી શરૂ કરાશે.