રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ સાલનું ચોમાસું પૂર્ણ તથા દિવાળી પહેલા રસ્તા કામો હાથ ધરવામાં આવનાર છે ત્યારે ઈસ્ટ ઝોન વિસ્તારના વોર્ડના રસ્તા કામો હાથ ધરવામાં આવે છે. આ કામને તાત્કાલિક પૂર્ણ કરવા બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયાએ સંબંધક સિટી એન્જીશ્રી સાથે મીટિંગ રાખેલ.
જેમાં, વોર્ડ નં.૪, ૫, ૬, ૧૫, ૧૬ અને ૧૮માં આમ કુલ ૦૬ વોર્ડમાં પેવર એક્શન પ્લાન હેઠળ કામગીરી ચાલુ છે જે કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ કરેલ છે.
આ અંગે માહિતી આપતા તેઓશ્રી જણાવે છે કે, વધુમાં હાલ ચોમાસાની ઋતુ પૂર્ણ તથા , નવરાત્રી અને દિવાળી જેવા મોટા પર્વો નજીકના દિવસોમાં આવતા હોવાી ઉપરોક્ત તમામ વોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેરોને દરેક વિસ્તારની સ્થળ મુલાકાત લઇ રસ્તામાં પેવર કામ, ડામર રીકાર્પેટ, મેટલીંગ કામ તથા પેચ વર્ક વહેલી તકે પૂર્ણ કરવા સુચના આપવામાં આવેલ છે. અને આ મીટિંગમાં ઈસ્ટઝોન વિભાગના સિટી એન્જી. ચિરાગ પંડ્યા તથા ઈસ્ટઝોન હેઠળ આવતા તમામ વોર્ડના ડેપ્યુટી એકઝી. એન્જીનીયર હાજર રહેલ હતા.