કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળાની હાજરીમાં સન્માન થશે: મૌલેશભાઈની સેવાયાત્રાને બિરદાવશે
તાજેતરમાં રાજકોટને ગૌરવ થાય તે રીતે વ્યવસાયીક ક્ષેત્રે ઉંચી ઉડાન ભરનાર બાન લેબના એમ.ડી. મૌલેશભાઈનું ભવ્ય સન્માન કરવાનો નિર્ણય રાજકોટ અભિવાદન સમિતિએ લીધો છે. કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા તેમજ શહેરના ટોચના આગેવાનોની હાજરીમા આગામી તા.૮મી એ સોમવારે સાંજે ૭.૩૦ કલાકે હેમુ ગઢવી હોલ નાટયગૃહમાં યોજાનારા આ કાર્યક્રમમાં મૌલેશભાઈની સેવાયાત્રાને બિરદાવાશે.
રાજકોટ અભિવાદન સમિતિની એક યાદીમાં જણાવાયું છે કે, વૈશ્ર્વિક ફલક ઉપર સૌરાષ્ટ્રનું નામ રોશન કરનાર મુઠી ઉચેરા માનવી, ભગવાન દ્વારકાધીશના અનન્ય ભકત, હકારાત્મક ઉર્જાના સ્ત્રોત, આગાવી કોઠાસુઝ અને સાહસિકતાના પર્યાય, સામાજીક અને સેવાકીય કાર્યોના પ્રહરી તેમજ સમગ્ર સૌરાષ્ટ્રને સેવા બ્રાન્ડનું આંતરરાષ્ટ્રીય કંપની ટુ નોર્થ સાથે સંયોજન કરીને વૈશ્ર્વિક ગૌરવ અપાવનાર મૌલેશભાઈ ઉકાણીનું સન્માનએ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓનું સન્માન થશે.
મૌલેશભાઈ ઉકાણી સરગમ કલબના મંત્રી હોવા ઉપરાંત પાટીદાર સમાજથી લઈને દરેક જ્ઞાતિ સમાજ સાથે અતુટ ધરોબો ધરાવે છે. તેઓ સરકારી, અર્ધ સરકારી સામાજીક, ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ૪૫ જેટલી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. રાજકોટના રત્ન એવા મૌલેશભાઈની તાજેતરમાં સરકાર દ્વારા દ્વારકા મંદિરની સમિતિમાં પણ નિમણુંક કરવામાં આવી છે. આવા મહાનુભાવોને સન્માનતા રાજકોટ અભિવાદન સમિતિ ગૌરવની લાગણી અનુભવે છે.
રાજકોટ નાગરીક અભિવાદન સમિતિમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, કલબ યુવીના એમ.ડી. મહેન્દ્રભાઈ ફળદુ, રાજકોટ ચેમ્બરના પ્રમુખ ગૌતમભાઈ ધમસાણીયા, સહકારી અગ્રણી, જયોતિન્દ્રભાઈ મહેતા, શાપર વેરાવળ ઈન્ડીયલ અસો.ના પ્રમુખ રમેશભાઈ ટીલારા, ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ વોરા, રાજકોટ. બિલ્ડર એસો.ના પ્રમુખ સ્મિતભાઈ પટેલ, શેઠ બિલ્ડર્સનામુકેશભાઈ શેઠ, મેટોડા જીઆઈડીસી એસા.ના પ્રમુખ બીપીનભાઈ હદવાણી, જીનીયસ સ્કુલના ડીવી મહેતા, ચંદ્રકાંતભાઈ શેઠ, મુકેશભાઈ દોશી, , ખોડીદાસભાઈ પટેલ,કિરીટભાઈ આદ્રોજા,, યોગેશભાઈ પુજારા,, જીતુભાઈ ચંદારાણા, નલીનભાઈ ઝવેરી, જયેશભાઈ ઉપાધ્યાય, ભાયાભાઈ સાહોલીયા, ડી.કે. વડોદરીયા વગેરેનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમ માત્ર આમંત્રીતો માટે જ છે. તેની નોંધ લેવા અભિવાદન સમિતિના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને સંયોજક મહેન્દ્રભાઈ ફળદુએ એક યાદીમાં જણાવ્યું છે.