ગ્રીન રાજકોટ, કલીન રાજકોટ, માય સ્માર્ટ રાજકોટ થીમ પર
રેલીમાં ભાગ લેનાર પિન્ક ઓટોના મહિલા ડ્રાઇવરને સન્માનીત કરવામાં આવશે
ગુજરાત ગેસ લિમિટેડ (જીજીએલ) દ્વારા તા. ૬ અને ૭ ઓકટોબરના રોજ સી.એન.જી. રેલી અને સી.એન.જી. કાર મેળો રેસકોર્સ ગ્રાઉન્ડ, રેસકોર્સ રાજકોટ ખાતે યોજાશે. રેલી અને મેળો યોજવાનો મુખ્ય ઉદ્દેશ સંભવિત ગ્રાહકોને સી.એન.જી. ગેસના વપરાશ વિશે જાગૃત કરીને તેમને જોડવાનો છે. આ ઉ૫રાંત ગ્રાહકોને સી.એન.જી.ના ફાયદાઓ જેવા કે ખુબ જ સુરક્ષિત ઉપલબ્ધતે, આર્થિક રીતે પરવડે અને પર્યાવરણને ખુબ જ અનુકુળ ઇંધણ છે તે વિશે સમજ કેળવવાનો છે તેમ અબતકની મુલાકાતે આવેલા પ્રતિનિધીઓએ જણાવ્યું હતું.
રાજકોટ ખાતે ગ્રીન રાજકોટ, કલીન રાજકોટ, માય સ્માર્ટ રાજકોટ થીમ પર સી.એન.જી. રેલી અને સી.એન.જી. કાર મેળો યોજાશે.
રેલીમાં ભાગ લેનાર પિંક ઓટોના મહિલા ડ્રાઇવરને સન્માનીત કરવામાં આવશે. આ ઉપરાંત એકિઝબિશન ખાતે પી.એન.જી. ગ્રાહકો પોતાનું બીલ ભરપાઇ કરશે તો તેમને ૧૦૦ રૂપિયા સુધી પેટીએમ કેશ બેક આપવામાં આવશે તેમજ સી.એન.જી. કીટ લગાવનાર દરેક ગાડીના માલિકને રૂ.૨૫૦૦ નો સીએનજી ગેસ રીફીલ કરી આપવામાં આવશે. કાર મેળામાં ભાગ લેનાર તમામ કાર ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા વિવિધ પ્રકારની આકર્ષક ઓફર સહીત ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં ર૦ કિલોમીટર લાંબી રેલી યોજાશે. તારીખ ૬ ઓકટોબરના રોજ સવારે રેસકોર્ષથી રેલી પ્રસ્થાન કરાવવામાં આવશે ત્યારબાદ રેલી સીવીલ હોસ્પિટલ ચોક,ત્રિકોણ બાગ, યાજ્ઞીક રોડ, જીલ્લા પંચાયત સર્કલ, કિશાનપરા સર્કલ, મહિલા કોલેજ સર્કલ , કોટેચા ચોક, કાલાવડ રોડ, નીલ દા ઢાબા, બાપા સીતારામ સર્કલ, આલાપ ગ્રીન સીટી, સાધુ વાસાણી રોડ, યુનિવર્સિટી રોડ, પુષ્કર ધામ રોડ, યુનિવર્સિટી રોડથી પરત ફરીને રેસકોસ પરત ફરશે. આ પ્રયાસથી રાજકોટને સ્માર્ટ સીટી બનાવવામાં સહયોગ પ્રાપ્ત થશે. આગામી સમયમાં ભાવનગર અને જામનગરમાં પણ આ પકારની સી.એન.જી. રેલી અને સી.એન.જી. કાર મેળો યોજાશે.