છુટ્ટા પૈસાની અછતી કંડકટર દ્વારા એક ટ્રીપમાં અંદાજીત ૪૦રૂપિયા અને આખા દિવસમાં ૨૦૦ રૂપિયાની બેરોકટોક કટકી: કાયમી નિરાકરણનો અભાવ

એક-બેરૂપિયાની છુટ્ટાની સમસ્યા મુસાફરો માટે અભિશાપ અને કંડકટરો માટેઆશિર્વાદ બની: ટિકિટ કાપ્યા બાદ કંડકટરો છુટ્ટા પૈસા પરત આપતા નથી

સૌરાષ્ટ્રભરમાં ચારેબાજુ છુટ્ટાની રામાયણી લોકોને પરેશાની વેઠવી પડી રહી છે. પરંતુ આ છુટ્ટાની પડોજણ એસ.ટી. બસના કંડકટરો માટે આશિર્વાદ‚પ સાબીત ઈ છે. કટકીબાજ કંડકટરોને અચ્છે દિન આવ્યા હોય તેમ છુટ્ટા પૈસાની સમસ્યાના કારણે કંડકટરો મુસાફરોને ‚પિયા એક-બે કે પાંચ પરત આપતા ની અને દરરોજની બેરોકટોક અંદાજીત ‚ા.૨૦૦ની કટકી કરાતી હોવાની મુસાફરોમાંી રાવ ઉઠી છે.

એસ.ટી.બસમાં મુસાફરી કરવી હોય તો મુસાફરે જાતે જ છુટ્ટા પૈસા કંડકટરને આપવા પડે છે. અન્યા ‚પિયા એક-બે કે પાંચની ખોટ ખાવી પડે છે. છેલ્લા ઘણા સમયી એસ.ટી.બસમાં મુસાફરી કરતા યાત્રિકો આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. લોકલ ‚ટ હોય કે એકસપ્રેસ ટિકિટના પૈસા આપ્યા બાદ કંડકટર પાસેી લેવાના તા છુટક પૈસા તેઓ પરત આપતા ની.

એસ.ટી.બસમાં મુસાફરી દરમિયાન છુટ્ટાની રામાયણ દરેક યાત્રિકો માટે માાનો દુ:ખાવો બની છે. છેલ્લા ઘણા સમયી આ સમસ્યા પ્રવર્તી રહી હોવા છતાં એસ.ટી.નિગમ દ્વારા આ મામલે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરતા કાયમી નિરાકરણનો અભાવ જોવા મળ્યો છે.

અગાઉ એસ.ટી. ડિવિઝનમાંી કંડકટરોની દરરોજ પુરતા પ્રમાણમાં છુટ્ટા પૈસા આપવામાં આવતા હતા પરંતુ સમયાંતરે આ રકમ ઘટી જતા આ સમસ્યા દિન-પ્રતિદિન વધી છે.

સામાન્ય રીતે એક બસમાં ૫૦ જેટલા મુસાફરો મુસાફરી કરતા હોય છે. મોટાભાગના મુસાફરોને ટિકિટ બાદ પરચુરણ પરત આપવામાં ન આવતું હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે એકંદરે કંડકટર એક ટ્રીપ દરમિયાન અંદાજીત ૪૦ ‚પિયા અને દિવસ દરમિયાન ‚ા.૨૦૦ી વધુની કટકી કરતા હોવાનું જાણવા મળ્યું છે. એકબાજુ એસ.ટી. નિગમ દ્વારા જ કંડકટરોને પરચુરણ ન આપવામાં આવતું હોવાની ફરિયાદ ઈ રહી છે. જયારે બીજીબાજુ એસ.ટી.નિગમના અધિકારીઓ કંડકટરને પુરતુ પરચુરણ આપવામાં આવતું હોવાનું રટણ કરી રહયાં છે.

એક-બે ‚પિયાની કટકી કરીને દિવસ દરમિયાન એસ.ટી.ના કંડકટરો ૨૦૦ ‚પિયાી વધુની કટકી કરી લે છે. એસ.ટી.બસોમાં આ સમસ્યા હવે કાયમી બની છે. ત્યારે હવે નિગમ આમામલે કોઈ નક્કર કાર્યવાહી કરી સમસ્યાનું નિરાકરણ લાવશે કે મુસાફરોને ખોટ ભોગવવી પડશે તે જોવું રહ્યું.

ડેપોમાંથી છુટ્ટા પૈસા આપતા નથી : કંડકટરોની રાવ

એસ.ટી. બસમાં છુટ્ટાની પડોજણ મુસાફરો અને કંડકટરો બન્ને માટે માાનો દુ:ખાવો બની છે ત્યારે મુસાફરોની ફરિયાદ સામે કંડકટરોમાં જે તે એસ.ટી.ના ડેપોમાંી જ છુટ્ટા પૈસા આપવામાં ન આવતા હોવાની રાવ ઉઠી છે. ડેપો કે, ડિવિઝનમાંી કંડકટરોને પુરતા પ્રમાણમાં પરચુરણ આપવામાં આવે તો આ સમસ્યા નિવારી શકાય છે. પરંતુ કંડકટરો દરરોજ ડેપોમાંી પરચુરણ ન અપાતું હોવાની ફરિયાદ કરી રહ્યાં છે.કેટલાક કંડકટરો પોતાના ખિસ્સામાંીમુસાફરોને પૈસા આપી દે છે: જેઠવા

એસ.ટી. બસોમાં એકબાજુ છુટ્ટા પૈસા પરત ન આપી કટકી કરતા કંડકટરોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે અને મુસાફરોને ખોટ વેઠવી પડી રહી છે. ત્યારે રાજકોટ એસ.ટી ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું હતું કે, એસ.ટી.બસોમાં હાલ છુટ્ટા પૈસાની સમસ્યા છે. પરંતુ કટકી કરતા કંડકટરોની સામે કેટલાક કંડકટરો એવા પ્રમાણીક પણ છે. જેઓ છુટ્ટા પૈસા ન હોવા છતા પોતાના ખિસ્સામાંી પણ મુસાફરને ટિકિટ બાદ વધતા પૈસા પરત આપી દે છે. આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરીશું.

કંડકટરોને પ્રતિદિન અપાય છે ૨૫ રૂપરડી

એસ.ટી. બસમાં છુટ્ટા પૈસાની સમસ્યા નિવારવા એસ.ટી. ડીવીઝને બેંકમાંી બહોળા પ્રમાણમાં પરચુરણ મંગાવવાની જ‚રીયાત ઉભી ઈ છે. જેની સામે હાલ પ્રત્યેક કંડકટરને દરરોજના માત્ર ૨૫ ‚પરડીનું પરચુરણ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, કોઈપણ નાના ‚ટની ટ્રીપ દરમિયાન જ આ ૨૫ ‚પરડીનું પરચુરણ પૂરું ઈ જાય છે. ત્યારબાદ ફરી છુટ્ટાની રામાયણ જૈસે ેની પરિસ્િિત નિર્માણ પામે છે. કાયમી નિરાકરણ અનિવાર્ય બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.