આઈટીસી, એકસપોઝીશન એન્ડ કોન્વેનન્સ તથા કામનાથ ગ્રુપના ટેન્ડર.
મહાત્મા ગાંધીએ જયાં પોતાનું બાળપણ વિતાવ્યું હતું અને ૭ વર્ષ સુધી અભ્યાસ કર્યો છે તે આલ્ફેડ હાઈસ્કુલ ખાતે કોર્પોરેશન દ્વારા ૨૬ કરોડના ખર્ચે મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. મ્યુઝિયમના બહારના ભાગનું સંચાલન આપવા માટે તાજેતરમાં ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યા હતા જેમાં ઈન્ટરનેશનલ કક્ષાની ૩ કંપનીઓએ ટેન્ડર ઉપાડયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં ટીકીટનું વેચાણ, ગાર્ડનની જાળવણી, બાલક્રિડાંગણની જાળવણી સહિતનું સંચાલન આપવા માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરાયા હતા. જેમાં આઈટીસી ગ્રુપ, એકસપોઝીશન એન્ડ કોન્વેન્શનન્સ તથા કામનાથ ગ્રુપે ટેન્ડરમાં બીડ રજુ કરી છે જેમાં સૌથી ઓછા ભાવ એકસપોઝીશન એન્ડ કોન્વેન્શનન્સના હોવાનું જાણવા મળી રહ્યું છે.