ભાવ ઘટાડા બાદ રાજકોટમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂ.૭૮.૩૧ અને ડીઝલના રૂ.૭૬.૦૭
પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાને લઈ મોંઘવારીમાં પીસાઈ રહેલા લોકોને કેન્દ્ર સરકારે રાહત આપતા નાણામંત્રી અરૂણ જેટલીએ ગુરુવારે પેટ્રોલ હીઝલના ભાવમાં રૂ.૨.૫૦ ઘટાડવાની જાહેરાત કરી હતી સરકારે એકસાઈઝ ડયુટીમાં ૧.૫૦ એમ કરી કુલ અઢી રૂપીયાની રાહત આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારની જાહેરાત બાદ મુખ્યમંત્રીએ પણ ટિવટ કરી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાની જાણ કરી હતી જોકે જેટલીએ વધુમાં કહ્યું હતુ કે ક્રુડના ભાવ મામલે અનિશ્ચીતતાનો માહોલ છે. માટે હાલમાં રાહતતો અપાઈ છે.પણ ભવિષ્ય હજુ ધુંધળુ હોઈ શકે છે.ઈન્ડીયન ઓઈલ એસો.ના ભાવ મુજબ રાજકોટમાં ગઈકાલે થયેલા પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાની જાહેરાત પહેલા પેટ્રોલ રૂ.૮૨.૧૦ પ્રતિ લીટર હતુ જે આજથી ૭૮.૩૧ પ્રતિ લીટરના ભાવે વેચાશે એટલે કે પેટ્રોલમાં આજથી લોકોએ ૪ પીયા ૫૯ પૈસા ઓછા આપવાના રહેશે.
તો ડિઝલમાં ગઈકાલે રૂ. ૮૦.૮૦ પ્રતિ લીટરનો ભાવ હતો. જેમાં ભાવ ઘટાડા બાદ હવે ૭૬.૦૭ ભાવ છે. હવે ડિઝલ માટે લોકોએ ૪.૭૩ રૂપીયા ઓછા ચૂકવવા પડશે મુંબઈંમાં પેટ્રોલ રૂપયા ૯૧ની ઉપર પહોચી ગયુ હતુ તો અમદાવાદ સહિતના શહેરોમાં તેની કિમંત પીયા ૮૩ સુધી પહોચી ગઈ હતી.
ગઈકાલે મધરાત્રીથી આ ભાવ ઘટાડો અમલી બન્યો છે. ગત વર્ષે ઓકટોબરમાં ગુજરાતમાં એકસાઈઝ ડયુટી બે રૂપીયા ઘટાડાઈ હતી પણ અંતે ભાવ વધારો આસમાને પહોચ્યો હતો રોજે રોજ પેટ્રોલ ડીઝલમાં જે ભાવ વધારા થતા હતા તેનાથી હવે લોકોને રાહત થઈ રહી છે. પરંતુ પેટ્રોલ ડીઝલમાં થયેલી આ રાહત કેટલા દિવસ ટકશે તે આવનારો સમય જ કહેશે.
પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટાડો એ લોકોને મળેલી નવરાત્રી ભેટ: જીતુભાઇ વાધાણીપ્રદેશ ભાજપ અઘ્યક્ષ જીતુભાઇ વાધાણીએ જણાવ્યું કે અતિ મહત્વનો કહી શકાય તેવો નિર્ણય જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિતભાઇ શાહ નાણામંત્રી અણ જેટલી, રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલની સિઘ્ધી સંવેદનઆ ના નિર્ણયમાં દેખાય છે.
જે નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. જે પ્રકારે ઇન્ટરનેશનલ ફ્રુડ ઓઇલનો ભાવ વઘ્યો છે. તે પ્રમાણે અર્થવ્યવસ્થા ઉપર જે અસરો પડી હતી. એક મહત્વકાંક્ષી નિર્ણય, તમામ વર્ગને અસર કરતો નિર્ણય એ ખેડુત, વેપારી, ઉઘોગપતિ, સામાન્ય વર્ગ તમામને અસર કરે છે. અઢી રૂપીયા કેન્દ્ર સરકાર અને અઢી રૂપીયા રાજય સરકારે ૫ રૂપીયા જેટલો ઘટાડો એક જ ઝાટકે કર્યો મને એવું લાગે છે કે ભાદરવો મહીનો ચાલે પણ આ નવરાત્રી પૂર્વેની ગીફટથી ઓછું નથી.
હું આવકારું છું. મા.નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અરૂણ જેટલી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલનો કે કેન્દ્ર સરકારે કહ્યું કે તે સાથે જ રાજય સરકારે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ત્વરીત તેમની અપીલને સ્વીકારી અને તેમણે પણ અઢી રૂપિયા જેટલો વેટ ઘટાડવાની વાત કરી અને તેનો અમલ થયો છે. ત્યારે હું ભારતીય જનતા પાર્ટી વતી આ નિર્ણયને આવકારું છું.
સાથે સાથે કોંગ્રેસની યુપીએ સરકારને પણ જોઇ છે. ૪૫ થી ૭૦ રૂપીયાનો ભાવ એ કોંગ્રેસની સરકારમાં ભૂતકાળમાં થયેલો છે. કયારે પણ આ પ્રકારનો મહત્વનો નિર્ણય તેમણે લીધો નથી. આવો મહત્વનો નિર્ણય જનતાની સંવેદના માટેનો નિર્ણય આગામી દિવસોમાં સામાન્ય માણસ, તમામ વર્ગને ખુબ ઉપયોગી નિવડવાનો છે. પુન: એક વાર નરેન્દ્રભાઇ , વિજયભાઇ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અઘ્યક્ષનો ગુજરાત ભાજપા વતી રાજયની જાહેર જનતા વતી ખુબ ખુબ આભાર માનું છું. કોંગ્રેસ હંમેશા નકારાત્મક વાત કરતી હોય છે .
એક ભ્રમ ફેલાવાનો અપ્રચાર કરવાનો લોકોને કોઇને કોઇ પ્રશ્ન લઇને ઉશ્કેરવાનો સમજવાના બદલે તેને ઉશ્કેરવાના ધંધા કર્યા છે. મેં કહ્યું કોંગ્રેસમાં ૪પ થી ૭૦ રૂપીયા થયા તે કોઇ નાનો વધારો નહોત. આ તો ૭૦ થી ૮૦ સુધી પહોચ્યો ઇન્ટરનેશનલ ફ્રુડ ઓઇલના ભાવ વઘ્યા તે પણ કેન્દ્રની સરકારે ખુબ ઝડપથી નિર્ણય લીધો.
કેન્દ્ર અને રાજય સરકારનો ભાવ ઘટાડવાનો પ્રજાલક્ષી નિર્ણય: ધનસુખ ભંડેરીધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મોટી જાહેરાત દેશની જનતા માટે કરી છે. પેટ્રોલ- ડિઝલના ભાવો આર્થિક અર્થતંત્ર વિશ્વભરનું ફ્રુડના ભાવ પર આધારીત હોય છે. વધઘટ થાય તે મુજબ ભાવમાં વધઘટ થતી હોય છે. ઘણી સમયથી વાત હતી.
ત્યારે દેશની જનતા માટે મોટો કેન્દ્ર સરકારે બોજો ઉઠાવીને અઢી રૂપીયા જેટલો જંગી ઘટાડો પેેટ્રોલ- ડીઝલમાં કર્યો. ગુજરાત રાજયની ભાજપની સરકારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપીણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલેએ પણ જાહેરાત કરી છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ પણ અઢી પિયાનો વેટ નો ઘટાડો કરી ને કુલ પાંચ રૂપીયા જેટલો જંગી ઘટાડો દેશની જનતાને લાભ મળવાનો છે.
તેમ ગુજરાતની જનતાને લાભ મળવાનો છે. કોંગ્રેસના સમયમાં કયારેય આવા ભાવ ઘટાડાની વચ્ચે ખુબ ભાવ વઘ્યા હતા. પરંતુ ભાવ ઘટાડાની કયારેય રાહત નથી આપી ત્યારે કેન્દ્રમાં લોકો માટે કામ કરતી પ્રજાની સાથે રહી તેમની સંવેદનોને સમજી શકતી.
કેન્દ્રને નરેન્દ્રભાઇ મોદીની સરકારે સાચા અર્થે મોટો બોજો ઉઠાવીને અઢી પિયા રાહત આપી ગુજરાતી સરકારને પણ અઢી રૂપીયા વેટમાં રાહતથી મોટો બોજો આવશે. પરંતે જોવા વગર ગુજરાતની જનતાને પણ તેનો લાભ મળે તે માટે વિજયભાઇ રૂપાણી, નીતીનભાઇની સરકારે પ્રયાસ કર્યો છે.