૧૧૦ જેટલા દિવ્યાંગોને તપાસી ૩૧ ટ્રાઇસીકલ, પ વ્હીલચેર અને ૧૦ ઘોડી અપાઇ
ઓખા મંડળના મીઠાપુર ગામે આવેલ બાલ મુકુન્દ ગૌશાળા ના સંચાલત દીલીપભાઇ કોટેચા અને બાલમુકુંદ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ મનસુખભાઇ બારાઇ દ્વારા ગૌ સેવા સાથે અનેક સામાજીક સેવાકીય પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે. ર૦૦૭ થી સતત ૧ર વર્ષથી ચાલતો આ ગૌસેવા યજ્ઞ સાથે બ્લડ ડોનેટ કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ પશુ સારવાર કેમ્પ જેવી અનેક સેવા કીય કાર્યો કરવામાં આવે છે.
ગૌશાળામાં નારારયણ સેવા સંસ્થાન ઉદેયપુર, બાલમુકુન્દ ચેરીટેબલ ટ્રસ્ટ અને ટી.સી.એસ.આર. ડીસ. મીઠાપુર ના સહયોગથી દિવ્યાગોની તપાસ ઓપરેશન અને સાધનોના વિતરણનો કેમ્પ યોજાયો હતો. જેમાં દિવ્યાગોને નારાયણ સેવા સંસ્થાન ડોકટરો દ્વારા વિનામૂલ્યે તપાસ કરી ટ્રાયસીકલ અને બગલ ઘોડી આપવામાં આવી હત. અહી કુલ ૧૦૦ દિવ્યાંગોની તપાસ સારવાર કરી ૩૧ દિવ્યાગોને ટ્રાઇસીકલ, પાંચ દિવ્યાગોને વ્હીલચેર અને ૧૦ ને બગલ ઘોડી દાતા નારાયણ સેવા સંસ્થા તરફથી આપવામાં આવી હતી.