ન્યુ ફોર્ડ એસ્પાયરમાં નવી ડીઝાઇનનો ફ્રન્ટ અને રિયલ ફાસિયા, પ્લસ અને પ્રિમીયમ સ્ટાન્સ માટે મોટા સ્પોકડ એલાયઝ.
૩ સેગમેન્ટમાં ઉત્તમ કનેકિટવિટી અને સુરક્ષાની જોડમાં હાઇ રિઝોલ્યુશન ૬.૫ ઇંચ ટચ સ્ક્રીન અને ૬ એરબેગ્સ.
ફોર્ડ ઇન્ડિયાએ તેની કોમ્પેકટ સેડાન ન્યુ ફોર્ડ એસ્પાયર લોન્ચ કરી છે. રાજકોટના ગ્રાહકો માટે રૂ ૫૫૫,૦૦૦ થી આરંભિક આકર્ષક કિંમતે ન્યુ એસ્પાયર કરવામાં આવી છે. પાવર સ્ટાઇલ અને સબ સ્ટેન્સને જોડતા નવી ફોર્ડ એસ્પાયર ઘણી બધી સેગમેન્ટમાં અવ્વલ ટેકનોલોજીઓ કક્ષામાં સુરક્ષા ડ્રાઇવ કરવામાં મોજીલો ડીએનએ અને બેજોડ માલિકી ખર્ચ સાથે કોમ્પેકટ સેડાનને નવું પરિણામ આપે છે. કાર બે ઇંધણ વિકલ્પ અને સાત રંગોમાં પાંચ પ્રકારમાં ઉપલબ્ધ છે.
નવી ફોર્ડ એસ્પાયર સંપૂર્ણ પેકેજ છે. ઝુંડથી અલગ તરી આવવા માગતા અને તેમની કારમાંથી વધુ અનુભવવા માગનાર માટે તે તૈયાર કરવામાં આવી છે. એમ ફોર્ડ ઇન્ડીયાના પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડાયરેકટર અનુરાગ મેહરોત્રાએ જણાવ્યું હતું. સેગમેન્ટમાં ઉત્તમ અને ઉઘોગમાં પ્રથમ વિશિષ્ટતાઓ સાથે નવીફોર્ડ એસ્પાયર દરેક ગ્રાહકોને તેઓ ઇચ્છે તે મુજબ લુક ડ્રાઇવીંગની ખુબીઓની મોજમસ્તી અને સુરક્ષાથી સજજ છે.
નવીફોર્ડ એસ્પાયર ક્ષમતામાં ભવ્ય છે અને ફોર્ટની ફન-ટુ ડ્રાઇવ વિશ્ર્વસનીયતાને મજબુત બનાવે છે. કોમ્પેકટ સેડાન હવે કોર્ટનું સંપૂર્ણ નવું થ્રી સિલિંડર ૧ર લી. પેટ્રોલ એન્જીન નાનુ હલકું અને ઇંધણ કાર્યક્ષમ છે. નૈસર્ગિક રીતે એસ્પિરેટેડ એન્જીન કક્ષામાં ઉત્તમ પીક પાવરના ૯૬ પીએમસ અને ટોર્કના ૧૨૦ એનએમ ઉપજાવે છે. જયારે લીટર દીઠ ૨૦.૪ કીમીની અનન્ય ઇંધણ કાર્યક્ષમતા પ્રદાન કરે છે.
ડીઝલ પ્રેમીઓ માટે નવી ફોર્ડ એસ્પાયરમાં ૧.૫ લી. એન્જીગ છે જે કક્ષામાં અવ્વલ ૧૦૦ પીએસ પીક પાવર ૨૧૫ એનએમ ટોર્ક અને લીટર દીઠ ૨૬.૧ કિમી ઇંધણ કાર્યક્ષમતા પ્રદાન કરે છે.
બંને એન્જીન સાથે જોડમાં સંપૂર્ણ નવા, ફાઇવ-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમીશન છે. જે સ્પોર્ટીયર અને ફન-ટુ ડ્રાઇવ છે. આ નવુ મેન્યુઅલ ટ્રાન્સમીશન લગભગ ૧૫ ટકા હલકું છે અને એનવીએચ ઓછું કરવા સાથે ઇંધણ કાર્યક્ષમતા સુધારવામાં મદદ કરે છે. તેમાં તેની પુરાગામી કરતા ૪૦ ટકા ઓછું ગીયર ઓઇલ જરુર પડે છે. ડ્રાઇવરો વાહન ચલાવતા હોય ત્યારે વધુ આસન વધુ પ્રતિસાદાત્મક ગિયર શિફટસનો અનુભવ કરી શકે છે.
પસંદગીની ઉતમ પાવર પ્રદાન કરતા ફોર્ડે નવીફોર્ડ એસ્પાયરમાં તેનું નવું સિકસ સ્પીડ ઓટોમેટીક ટ્રાન્સમીશન પણ રજુ કર્યુ છે. નવા ૧.૫ લી. પેટ્રોલ થ્રી સીલીંગ એન્જીન સાથે જોડમાં ઓટોમેટીક નવીફોર્ડ એસ્પાયર ૧૨૩ પીએસ પીક પાવર પ્રદાન કરે છે સર્વ ત્રણ એન્જીન તેમની સંબંધીત શ્રેણીઓમાં અત્યંત શકિતશાળી છે.