વઢવાણના ખેરાળી માળોદ, વાઘેલા, ખોલડીયાદ, ટીબા, કારીયાણી, ટુવા, ગુંદીયાળા, વડોદ, વસ્તડી વગેરે ગામોના સરપંચોને ગઈ રાતે ટેલીફોનીક સુચનાથી કલેકટર અને એસ.પી.ની ધમકીના પમાં બીટ જમાદારો દ્વારા સુચના આપવામાં આવી કે આજથી તમારા મશશીનો તમારા નર્મદામાં પાણી નથી લેવાનું એવું માની ઉપાડી લેવા અન્યથા મોટા અધિકારી આવી ડમ્પરમાં મશીનો નાખીને લઈ જશે.
વઢવાણ વિસ્તારના ગામડાઓ ખૂબજ કરકસર કરી જરીયાત પુરતું જ નર્મદાનું પાણી વાપરે છે. કોઈપણ પ્રકારનો પાણીનો બગાડ કરતા નથી તો આવા સીધાસાદા ખેહુતોને હેરાન કરવામાં આવે છે. આગળ પાણી લઈ જવા રાજકીય રીતે એક ધારાસભ્ય દ્વારા ખેડુતોને ઉશ્કેરી આત્મ વિલોપનની ચીમકી આપી અને નિદોર્ષ ખેડુતોના પાણી બંધ કરાવવું તે વાજબી નથી.
આ વઢવાણ વિધાનસભાની નર્મદા યોજનામાં અન્ય વિસ્તાર કરતા સોથી વધારે જમીન કપાત થઈ છે. જે પાણી ના ભાવથી ખેડુતોએ આપેલી છે. તો આ મામલે ત્વરીત કામગીરી કરવાની માંગ છે તેમ ખેડુતોએ જિલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતુ.