આ છે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી
લાઈબ્રેરીના સેન્ટ્રલ હોલમાં આયોજીત એકિઝબિશનમાં ગાંધીજી સાથે જીન્હાની તસવીરો પણ બહાર મુકાઈ ગઈ હોવાનો વાઈઝ ચાન્સેલરનો લુલો બચાવ
૨ ઓકટોબરના રોજ ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ખાતે એક એકઝીબીશન યોજાયું હતુ જેમં મહાત્મા ગાંધીજીની સાથે મોહમદ અલી ઝીણાના ફોટાપણ પ્રદર્શિત થતા વિવાદ સર્જાયો છે. આ અગાઉ પણ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં છાત્રસંઘ ભવનમાં જીણાના ફોયા લગાવાતા વિવાદ વકર્યો હતો. આ અંગે બીજેપી સાંસદ સતીશ ગૌતમે કહ્યું છે કે દેશમાં જીણાની તસ્વીર ભારતીયો કયારેય ચલાવી લેશે નહી.
એએમયુની મૌલાના આઝાદ લાઈબ્રેરીના સેન્ટ્રલ હોલમાં આયોજીત આ એકઝીબીશનનું ઉદઘાટન પ્રોફેસર, વાઈઝ, ચાન્સેલર મોહમ્મદ હનીફ બેગે કર્યું હતુ તેમણે આ વિવાદને લઈ જણાવ્યું કે, એકિઝબીશનમાં આ ફોટાઓ મૂકવામાં આવ્યા છે. તે વિશે વિશ્વવિદ્યાલય પ્રશાસનને કોઈ જાણકારી ન હતી અને પ્રદર્શન દરમિયાન જ એકિઝબીશનમાંથી આ ફોટાઓ હટાવી લેવાયા હતા.આ મામલે લાઈબ્રેરીયન અમઝદ અલીને કારણદર્શક નોટીસ પણ ફટકારાઈ છે. સાંસદ સતીશ ગૌતમે વધુમાં કહ્યું કે, ગાંધીજી સાથે મોહમદ જીણાના ફોટા કયારેય ચલાવી લેવાશે નહિ કારણ કે જીણા કે જેઓ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા છે. અને ભારતનાભાગલા માટે તેઓ જ જવાબદાર છે.
તો બીજી તરફ અલીગઢના પૂર્વ મેયર અને ભાજપ નેતા શંકુતલા ભારતીએ કહ્યું કે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ગાંધી જયંતી મનાવાઈ રહી હતી કે જીણા જયંતી? જો તેઓ જીણાના ફોટા પ્રદર્શિત કરવા માંગે છે તો તેઓએ પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ.