ભાવ ઘટાડા બાદ રાજકોટમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂ.૭૮.૩૧ અને ડીઝલના રૂ.૭૬.૦૭ રહેશે
પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાને લઈ મોંઘવારીમાં પીસાઈ રહેલા લોકોને કેન્દ્ર સરકારે રાહત આપતા નાણામંત્રી અરૂણ જેટલીએ ગૂરૂવારે પેટ્રોલ હીઝલના ભાવમાં રૂ.૨.૫૦ ઘટાડવાની જાહેરાત કરી હતી સરકારે એકસાઈઝ ડયુટીમાં ૧.૫૦ એમ કરી કુલ અઢી રૂપીયાની રાહત આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ મુખ્યમંત્રીએ પણ ટિવટ કરી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાની જાણ કરી હતી જોકે જેટલીએ વધુમાં કહ્યું હતુ કે ક્રુડના ભાવ મામલે અનિશ્ર્ચિતતાનો માહોલ છે. માટે હાલમાં રાહતતો અપાઈ છે.પણ ભવિષ્ય હજુ ધુંધળુ હોઈ શકે છે.
ઈન્ડીયન ઓઈલ એસો.ના ભાવ મુજબ રાજકોટમાં ગઈકાલે થયેલા પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાની જાહેરાત પહેલા પેટ્રોલ રૂ.૮૨.૧૦ પ્રતિ લીટર હતુ જે આજથી ૭૮.૩૧ પ્રતિ લીટરના ભાવે વેચાશે એટલે કે પેટ્રોલમાં આજથી લોકોએ ૪ રૂપીયા ૫૯ પૈસા ઓછા આપવાના રહેશે. તો ડિઝલમાં ગઈકાલે રૂ. ૮૦.૮૦ પ્રતિ લીટરનો ભાવ હતો. જેમાં ભાવ ઘટાડા બાદ હવે ૭૬.૦૭ ભાવ છે. હવે ડિઝલ માટે લોકોએ ૪.૭૩ રૂપીયા ઓછા ચૂકવવા પડશે મુંબઈંમાં પેટ્રોલ રૂપયા ૯૧ની ઉપર પહોચી ગયુ હતુ તો અમદાવાદ સહિતના શહેરોમાં તેની કિમંત રૂપીયા ૮૩ સુધી પહોચી ગઈ હતી.
ગઈકાલે મધરાત્રીથી આ ભાવ ઘટાડો અમલી બન્યો છે. ગત વર્ષે ઓકટોબરમાં ગુજરાતમાં એકસાઈઝ ડયુટી બે રૂપીયા ઘટાડાઈ હતી પણ અંતે ભાવ વધારો આસમાને પહોચ્યો હતો રોજે રોજ પેટ્રોલ ડીઝલમાં જે ભાવ વધારા થતા હતા તેનાથી હવે લોકોને રાહત થઈ રહી છે. પરંતુ પેટ્રોલ ડીઝલમાં થયેલી આ રાહત કેટલા દિવસ ટકશે તે આવનારો સમય જ કહેશે.