સુરેન્દ્રનગર કલેકટર કચેરીના સભાખંડ ખાતે કોમન સર્વિસ સેન્ટરના મેનેજરશ્રીના અધ્યક્ષસ્થાને વર્કશોપ તથા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના વી.એલ.ઈ. હાજર રહયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા હાલમાં અમલમાં મુકવામાં આવેલ આયુષ્માન ભારત યોજના વિષે વિસ્તૃત માહિતી આ બેઠકમાં આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં હાજર રહેલા કોમન સર્વિસ સેન્ટરના ગ્રામ્યકક્ષાએ જ બી.પી.એલ. કાર્ડના લાભાર્થીઓને ગોલ્ડનકાર્ડ કાઢી આપવામાં આવશે. તેવી માહિતી આપવામાં આવી હતી. જેનો લાભ ગ્રામ્ય વિસ્તારોના છેવાડાના ગામો સુધી સી.એસ.સી.ના વી.એલ.ઈ. દ્વારા લાભાર્થીઓને લાભ પહોંચાડાશે અને આ કામમાં સી.એસ.સી.ની મદદથી ગોલ્ડન કાર્ડ કાઢી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં સી.એસ.સી.ના જિલ્લા મેનેજરશ્રી રાજુભાઈ રાવલ, મયુરભાઈ વાઘેલા તથા સુરેન્દ્રનગર જિલ્લાના સભ્યો ઉપસ્થિત રહયા હતા.