સુરક્ષા એજન્સીઓ સાથે રાષ્ટ્રીય સલામતિ માટે સંકલન સાધવા અંગે ચર્ચા વિચારણા કરાઇ.
પ્રવર્તમાન સંજોગોમાં કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓના કેમ્પસ ઉપર તથા આતંરરાષ્ટ્રીય સ્તરે બનતા આતંકવાદી હુમલાઓને ઘ્યાને લઇ દેવભુમિ દ્વારકા જીલ્લો ભારતની પશ્ર્ચિમી આતંરરાષ્ટ્રીય સરહદે આવેલ છે પાકિસ્તાન દરિયાઇ માર્ગેથી નજીક છે.
નજીકના ભૂતકાળમાં ભારતમાં અલગ અલગ જગ્યાએ થયેલ આતંકવાદી હુમલાઓના ઘ્યાને લઇ કોઇપણ આપતિના સમયે કઇ સુરક્ષઅ એજન્સી કેવા પ્રકારના પગલા લઇ શકે? કેટલો સમય લાગે? કેવા પ્રકારના હુમલાઓની સંભાવના ૭ વળતી કાર્યવાહી કેવી રીતે કરવી વિગેરે મુદાઓને ઘ્યાને લઇ અને જુદી જુદી એજન્સીઓ વચ્ચે એકરુપતા જળવાઇ અને એકજુટ થઇ કાર્યવાહી થઇ શકે.
તેમજ સુરક્ષા એજન્સીઓ તરફથી આતંકવાદી પ્રવૃતિ અંગે મળતા ઇનપુટો અને વધતા જતા દાણચોરીના બનાવો અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખુબ જ મહત્વ ધરાવતા વાઇટલ ઇન્સ્ટોલેશનો જેવા કે ઓઇલ રીફાઇનરી, દ્વારકાધીશ જગત મંદીર, મહત્વના બંદરો જેવા મહત્વના સ્થળોએ હજારોની સંખ્યામાં શ્રઘ્ધાળુઓ યાત્રા કરવા તથા પ્રાઇવેટ કંપનીઓમાં ધંધો રોજગાર અર્થે બહારના રાજયોમાંથી મજુરી કરવા આવતા મજુરોની સુરક્ષા તથા વાઇટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા દેશની સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇપણ પડકારજનક પરિસ્થિતિમાં તાત્કાલીક માહીતીની આપ-લે થઇ શકે.
તાત્કાલીક મદદ મળી રહે જરુરીયાતના સમયે એક ટીમ તરીકે સફળ કામગીરી થઇ શકે તે હેતુથી પોલીસ અધિક્ષક રોહન આનંદ સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર કે.જી.ઝાલા, એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકાના માર્ગદર્શક ખંભાળીયા નગરપાલિકાના યોગ કેન્દ્ર ખાતે ત્રીમાસીક સંકલન મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જીલ્લાના અધિકારીઓ રોહન આનંદ, પ્રશાંત સુમ્બે, આર.કે.પટેલ, કે.જી.ઝાલા, એલ.ડી.ઓડેદરા, એલસીબી એ.બી. જાડેજા સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા.