કેશોદ શહેરમાં માનવ અધિકાર પંચ નામની સંસ્થા છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે. અને માનવ મૂલ્યનું હનન થતું હોય તેવા કેસમાં લોકો તેમની પાસે જાય અને તેમની સાથે કોય દ્વારા કરવામાં આવેલ હત્યારાની વાત કરવામાં આવે તો આવા કેસમાં લોકોને આ સંસ્થા મદદરૂપ થાય છે. ત્યારે આ સંસ્થાની વાર્ષિક સાધારણ સભા કેશોદના ઓમ રિચોર્ડ ખાતે મળી હતી.
આ સાધારણ સભામાં ઉપસ્થિત સંસ્થાના અગ્રણી ડી.એલ. જોષી એ જણાવ્યું હતુ કે સરકારી ખાતાના કોઈ અધિકારી તમારા અધિકારનું હનન કરે તો તેની સામે માનવ અધિકાર પંચ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકે છે. સરકારી તંત્રમાં તમામ લોકો સાથે તથા પોલીસ દ્વારા ખોટી રીતે જયારે લોકોને હેરાન કરવામાં આવતા માનવ મૂલ્યની અવહેલના થતી હોય ત્યારે આવા લોકોને મદદ માટે માનવ અધિકાર પંચ આગળ આવી પોતાની ફરજનો ભાગ સમજી ભોગ બનનારને મદદરૂપ થઈ શકે છે તેવી વિસ્તૃત માહિતી હાજર રહેલા લોકોને આપી હતી.