અમેરિકા ખાતે વિચરણ કરતા સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી છારોડીના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી ડલાસ પધાર્યા હતા. અહીં ડલાસમાં ગ્રાન્ડપ્રેરી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં તાજેતરમાં સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના સ્થાનિક સંતો ગોપીવલ્લભ સ્વામી, ચંદ્રપ્રસાદ સ્વામી તથા આગેવાન ભકતો રજનીભાઈ પટેલ, મંદિરના પ્રમુખ કેતનભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, મહેન્દ્રભાઈ, રમેશભાઈ વગેરે ભકતજનોએ સ્વામીનું સ્વાગત કર્યું હતું.
અમિતભાઈ રાજપરા તથા હીરાભાઈ સુતરીયાના આવાસે આયોજીત સત્સંગ સભામાં સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજના સ્થાનિક ચેપ્ટરના પ્રમુખ અમિતભાઈ રાજપરા, ભૂતપૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ તથા અરમાનભાઈ પટેલ, સમાજના ટ્રસ્ટી પ્રવિણભાઈ પાનસુરીયા, સમાજના અગ્રણીઓ વિઠ્ઠલભાઈ દીઓરા, અતુલભાઈ પટેલ, અશ્વીનભાઈ ગોવિંદભાઈ પટેલ તથા સમગ્ર બાધીવાલા પરીવાર, ધીરુભાઈ વગેરેએ સ્વામીનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે સ્વામીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિએ એક મહત્વનું સુત્ર આપ્યું છે. આપણા વડવાઓએ એ સુત્ર પોતાના જીવનમાં વણ્યું હતું. એ સુત્ર છે ‘જેવી શ્રીહરિની મરજી’. આ એક સુત્ર જો જીવનમાં ઉતરી જાય તો તમામ પ્રકારના માનસિક દુ:ખોથી મનુષ્ય ઉગરી જાય