સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ફિટનેસ એન્ડ ફ્રેશનેસ સેન્ટર ફોર વિમેન્સ દ્વારા નવલી નવરાત્રી માટેના સાલ્સા ડાન્સ અને સાલ્સા ગરબાના દશ દિવસીય વર્કશોપનું આયોજન સૌરાષ્ટ્ર યુનિ. ના પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ માટે રાજકોટના જાણીતા ક્રિએટીવ હોબી ઝોન ના એકસ્પર્ટ સાલ્વા વિશે ઉંડાણપૂર્વક સમજુતી આપી હતી. આ સાથે બોકવા જે એક ફિટનેસ પ્રોગ્રામ છે તેની પણ એક દિવસ તાલીમ આપવામાં આવી હતી.
આ વર્કશોપમાં સૌરાષ્ટ્ર યુનિ. ના કર્મચારી બહેનો, વિઘાર્થીની ફીટનેસ સેન્ટરનાં સભ્યો તથા યુનિવર્સિટી બહારના એમ કુલ ૮૯ સભ્યોએ રજીસ્ટ્રેશન કરાવી તાલીમ લીધેલ હતી. વર્કશોપના અંતિમ દિવસે સૌરાષ્ટ્ર યુનિ. ના કાર્યકારી કુલપતિ પ્રો. નિલાંબરીબેન દવે ઉ૫સ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે તેઓએ ભાગ લેનાર બહેનોને ફીટનેસ પરત્વે જાગૃતતા દાખવવા બદલ અભિનંદન આપ્યા હતા.