લેપટૉપ યૂઝર્સની સંખ્યા વધી રહી છે.મોટાભાગના યૂઝર્સની ફરિયાદ છે કે લેપટૉપ વિના કારણે ઓવરહિટીંગ પકડી લે છે. આ પ્રૉબ્લમને સૉલ્વ કરવાની આસાની પ્રૉસેસ છે. જાણો આ પ્રોસેસ વિષે.:
કૉમ્પ્યુટરના સીપીયુ કે લેપટૉપની બેટરીમાં ધૂળ જામી જાય તો સિસ્ટમ ગરમ થાય છે. આવા ઓવરહિંટીગને રોકવા એક કે બે મહિનાના ગાળામાં ગેજેટ્સની સફાઇ કરવી જરૂરી છે.
લેપટૉપ ફેન લેપટૉપની બનાવટ પ્રમાણે જ ખરીદો, ડુપ્લિકેટ કે ખોટો ફેન લેપટૉપને વધારે ખરાબ કરી શકે છે.
લેપટૉપનો યૂઝ કરનારા યૂઝર્સ સામાન્ય રીતે કૂલિંગ કિટનો યૂઝ કરી શકે છે. આ કૂલિંગ કિટ 300 થી લઇને 3000 રૂપિયા સુધીની રેન્જમાં મળે છે. જો લેપટૉપ જુનું હશે તો કુલિંગની સમસ્યા તો રહેવાની જ, આવા સમયે તમે એડિશનલ કૂલિંગ ફેનનો યૂઝ કરી શકો છો.
લિંગ ફેનની જગ્યાએ કૂલિંગ મેટ પર પણ લેપટૉપને રાખીને કામ કરી શકાય છે.મોટાભાગના લેપટૉપ નીચેના ભાગેથી કૂલિંગ માટેની હવા લેતા હોય છે. આવામાં લેપટૉપને સરફેસ જગ્યાએ મુકવું ખુબ જરૂરી છે. જેથી પ્રોપર એર વેન્ટિલેશન થઇ શકે.
ચાર્જિંગ વખતે લેપટૉપને થોડું દુર રાખો, ચાર્જરને પણ બૉડીની નજીકમાં ના રાખો.બેટરી ચાર્જ થયા પછી ચાર્જર કાઢી દો.બેટરી જો જલ્દીથી ગરમ થઇ જતી હોય તો લેપટૉપનો વધુ યૂઝ ટાળો.