ગાંધીજીના વિશેષ કલાત્મક ચિત્રો તેમજ તેમના જન્મસ્થાન પોરબંદર રેલવે સ્ટેશનને વિશેષરૂપે શણગારવામાં આવ્યું.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી સંપૂર્ણ રાષ્ટ્ર તથા વિશ્ર્વ સાથે પશ્ર્ચિમ રેલવે પર પણ મનાવવામાં આવી. આ ઐતિહાસિક દિવસ દ્વારા બાપુની યાદો સાથે જોડાયેલા ૧૨ સ્ટેશનો પર ભારતના મહાનાયકની જિંદગીના વિવિધ પહેલુઓ પર આધારિત વિશેષ ચિત્રો મુકવામાં આવ્યા સાથે જ પશ્ર્ચિમ રેલવેના ૬ મંડળો પર પ્રભાત ફેરી, સર્વધર્મ પ્રાર્થનાસભા, વિશેષ સ્વચ્છતા અભિયાન, સાંસ્કૃતિક પ્રતિયોગિતાઓનું આયોજન કરવામાં આવ્યું.
ચર્ચગેટમાં આવેલા પશ્ર્ચિમ રેલવેના મુખ્ય કાર્યાલયમાં સત્યનિષ્ઠાનું આયોજન અશ્ર્વિની લોહાનીના વિડીયો કોન્ફરસિંગ દ્વારા મિશન સત્યનિષ્ઠા અંતર્ગત રેલવે કર્મચારીઓને એથિકસ ઈન ગર્વનેસ વિષય પર સંબોધવામાં આવ્યા. ચર્ચગેટના પશ્ર્ચિમ રેલવેના મુખ્ય કાર્યાલયમાં પશ્ર્ચિમ રેલવેના મહાપ્રબંધક એ.કે.ગુપ્તાએ વિવિધ અધિકારીઓ તેમજ કર્મચારીઓની સાથે ભાગ લીધો.
બાંદ્રા ટર્મિનલ્સ સ્ટેશન પર સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવ્યું. જેમાં રેલી અને શ્રમદાનની સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. આ અવસરે મુંબઈ મંડલના અપરમંડલ રેલ પ્રબંધક એલ.એન.પાંડે, અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઉપસ્થિત રહ્યા. સ્ટેશનના પ્લેટફોર્મ નં.૭ તથા સ્ટેબલિંગ લાઈન નં.૨ પરથી લગભગ ૫૦૦ મેટ્રીક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો અને રેલ અધિનિયમ મુજબ કચરો ફેલાવવા બદલ ૫૨ હજાર રૂપિયા દંડ વસુલવામાં આવ્યો.
સ્વચ્છતા જ સેવા પખવાડીયા અંતર્ગત મુંબઈ પર વિવિધ આયોજન કરવામાં આવ્યા. વિરાર સ્ટેશન વિવા કોલેજ તથા એલેન ઈન્સ્ટીટયુટ, મુંબઈ સેન્ટ્રલ પર રિલાયન્સ ગ્રુપ, વસઈ રોડ સ્ટેશન પર એલન કમ્પ્યુટર ઈન્સ્ટીટયુટ સહિત વિભિન્ન સ્ટેશનો પર સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. ઉધના સ્ટેશન પર સ્કાઉટ અને ગાઈડ દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું તો બીજી તરફ કલ્ચરલ તેમજ ફાઈન આર્ટ એસોસિએશન દ્વારા મુંબઈ સેન્ટ્રલ, મહાલક્ષી તેમજ બાંદ્રા ટર્મિનલ્સ સ્ટેશન પર શેરીનાટક કરવામાં આવ્યું.