તેલના વેપારીની આંખમાં મરચાની ભુકી નાખી રૂ.૨.૨૫ લાખની લુંટ ચલાવી હતી.
રાજુલાના તેલના વેપારી અલીરઝા અકબરઅલી લાખાણી જાફરાબાદથી ઉઘરાણી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે જાફરાબાદ રોડ પર આવેલ મિતીયાળા અને લુણસાપુર ગામ વચ્ચે અલ્ટ્રો ગાડી લઈને જઈ રહ્યા હતા ત્યારે પીર બાપાની દરગાહની પાસે બે બાઈક ઉપર ત્રણ જણા બુકાનીધારીઓને રોડ ઉપર બાઈક અલ્ટ્રો ગાડીની વચ્ચે નાખતા ગાડીને અટકાવતા તેલના વેપારી અલીરઝા અકબરઅલી લાખાણીની ગાડીના કાચ ખુલ્લા હોય તેમની આંખમાં મરચાની ભુકી નાખતા ગાડી ઉભી રાખવાની ફરજ પડેલ ત્યારે આ ત્રણેય લુંટારુઓને આ વેપારી ગાડીમાંથી કાઢીને બાજુની બાવળની ઝાડીમાં લઈ જઈ છરીની અણીએ રૂ.૨.૨૫ લાખની લુંટ કરીને આરોપીઓ ફરાર થઈ ગયેલ હતા.
જયારે આ વેપારીને રાજુલા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ ત્યાં ધારાસભ્ય અંબરીષ ડેર, ચેમ્બરના બકુલભાઈ વોરા સહિતના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલે એકઠા થયેલા હતા અને આરોપીને પકડીને કડક સજાની માંગ કરેલ હતી અને પોલીસ દ્વારા આરોપીની શોધખોળના ચક્રો ગતિમાન કરેલ છે.