સંરક્ષણ સાથે અવકાશ અને ઉર્જા ક્ષેત્રમાં સહકાર માટે પુતીનની મુલાકાત મહત્વની બનશે
રશિયાના રાષ્ટ્રપતિ લ્હાદિમીર પુતીન ભારતના પ્રવાશે આવ્યા છે. બે દિવસીય મુલાકાત દરમિયાન તેઓ ભારત સાથે સંરક્ષણ, અવકાશ તથા ઉર્જા ક્ષેત્રે વાટાઘાટ કરશે. ૧૯માં વાર્ષિક દ્વિપક્ષીય સંમેલનમાં ભાગ લેશે.
વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પૂતીન વચ્ચે ભારત અને રશિયાના સંબંધો અંગે ગંભીરતાથી ચર્ચા થશે. ભારત રક્ષા કરાર હેઠળ રશિયા પાસે એસ.૪૦૦ એન્ટી મિસાઈલલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માંગે છે. આ સિસ્ટમમાં અમેરિકાનાં સૌથી એડવાન્સ ફાઈટર જેટને પછાડવાની ક્ષમતા છે. અલબત, ભારત અને રશિયાના આ કરારનો અમેરિકા અનેક વખત આડકતરી રીતે વિરોધ નોંધાવી ચૂકયું છે.
ભારત ૨૦૨૨ સુધીમાં ચંદ્ર ઉપર સમાન અવકાશ યાન મોકલવાની તૈયારીઓ કરી રહ્યું છે. જેમાં રશિયાનો સહકાર મળશે તેવી શકયતા છે. પૂતીનની મૂલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે અવકાશ-સ્પેસ ક્ષેત્રની ટેકનોલોજી મુદે મહત્વના કરાર થાય તેવી ધારણા છે. અવકાશ ક્ષેત્રમાં રશિયા ભારતને પોતાનું સ્પેસ સ્ટેશન વાપરવા આપશે તેવું માનવામાં આવી રહ્યું છે.
અવકાશની સાથોસાથ ઉર્જાના ક્ષેત્રમાં પણ પૂતીન અને મોદી વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા થશે. ગત વર્ષે રશિયાએ એલપીજીનું શિપમેન્ટ મોકલ્યું હતુ ટુંક સમયમાં ઉર્જા ક્ષેત્રે ભારત અને રશિયા વચ્ચે આ મુદે મહત્વના કરાર થશે. જેનો પાયો પૂતીનની ભારત મૂલાકાત દરમિયાન નખાશે.