સુરેન્દ્રનગર ના લીમડી ચુડા વચે ની કેનાલ મા મસ્મસ્તું મોટું ગાબડું પડતાં હજારો હેકટર જમીન ના પાક પાણી મા ગરકાવ થાયા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા છેલ્લા કેટલાક સમયથી અનેક તાલુકાઓ ની કેનાલો મા ગાબડાં પડયાં છે અને તંત્ર ની નર્મદા કેનાલો મા નબળી કામગીરી સામે આવી રહી છે.
ત્યારે આજે સુરેન્દ્રનગર જીલ્લા ના લીમડી અને ચુડા પંથક ની કેનાલ મા ગાબડું પડતાં ખેતરો મા પાણી ફરી વળ્યા હતા અને ખેડૂતો ને રતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો ત્યારે આ કેનાલ ના બધકામ સરું હતું ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના અનેક ખેડૂતો એ નર્મદા નિગમ ને નબળી કેનાલ ની કામગીરી થતી હોવા ની રજૂઆતો ખેડૂતો દવારા કરવામાં આવી હતી પરંતુ તેને નજર અંદાજ કરી ને આ કેનાલો નું નબળું બાંધ કામ કરતા હાલ અનેક સુરેન્દ્રનગર જીલ્લા ના ગામડાઓ મા આવેલી કેનાલો મા ગાબડાં પડી રહ્યાં છે તેવું હાલ ખેડૂતો પાસે થી જાણવા મળી રહ્યું છે