ગણેશજી તેમજ શકિતસ્વરૂપાની મૂર્તિઓ સંપૂર્ણ પર્યાવરણને અનુપ બનાવવા અર્થે જાગૃતી લાવવા અને માટીકામના માધ્યમથી કેવી રીતે બનાવી શકાયતેનું પ્રશિક્ષણ આપવા રાજકોટના આર્થિક પછાત વિસ્તારોમાં નિવાસ કરતા બાળકો માટે ચાલતી શેરી શાળામાં શરૂ કરવામાં આવ્યું છે.
આ પ્રકલ્પનો હેતુ છે. કે ખાસ કરીને શ્રમિક પરિવારના બાળકો બાળપણથી જ પર્યાવરણ માટે જાગૃત બને અને આવતા વર્ષે રાજકોટના અનેક આર્થિક પછાત વિસ્તારોમાં માટીના ગણેશજી અને આગામી નવરાત્રીમા શકિત સ્વરૂપાની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરીસના સ્થાને માટીની બને તે માટેનો છે.
અખિલ હિન્દ મહિલા પરિષદના અધ્યક્ષ ભાવના જોશીપૂરાની પ્રેરણાથીલ યુવા માટી કલા મર્મગ્ન શીલા કૈલેષ રાઠોડ દ્વારા આ કલા શીખડાવવામાં આવે છે. અને કોઈપણ વ્યકિત બે જ કલાકની અંદર કલાત્મક એવી માટીની મૂર્તિ બનાવી શકે છે.
અખિલ હિન્દ મહિલા પરીષદ દ્વારા કૌશલ્યવર્ધન તાલીમ, શેરી શાળા અને સાક્ષરતા પ્રકલ્પ અંતર્ગત આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં રાજકોટમાં વિવિધ સ્વાવલંબન કેન્દ્રોમાં આ પ્રશિક્ષણ આપવામાં આવશે. પ્રથમ તબકકે ૬૦ જેટલા બાળકોને પ્રશિક્ષીત કરવામાં આવે છે. માટીકલા મર્મગ્ન શીલાબેન રાઠોડ આ કલામાં પારંગત છે. તેમજ સંપૂર્ણ વિનામૂલ્યે આસેવા આપે છે. શેરી શાળાના સ્વયંસેવકો રેશ્માબેન તથાગીતાબેન દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે.