સન્માન સમારંભ, પુરસ્કાર એનાયત સહિતના કાર્યક્રમો યોજાયા: ‘દિકરીયુ ને દાન’ યોજનાનો પ્રારંભ કરાયો
ગાંધી જયંતિના પાવન દિવસ નાનામવા સર્કલ નજીક આવેલી ‘ગોપાલક ગર્લ્સ હોસ્ટેલ’ ખાતે બનાવવામાં આવેલા કૃષ્ણત્વ એસેમ્બલી હોલનું ઉદઘાટન ભરવાડ સમાજના ગુરુ ગાદીપતિ થરાના ઘનશ્યામપુરીબાપુના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવેલું. આ હોલના મુખ્ય દાતા ચિમનભાઈ કે.ગમારા, કરણ ક્ધટ્રકશન, રાજકોટવાળાનું પણ સન્માન કરવામાં આવેલ. ઉપરાંત હોસ્ટેલમાં નવો આર.ઓ. પ્લાન્ટ બેસાડવામાં આવેલ તેના દાતાશ્રી સ્વ.વાલીબેન ટોળીયા, જામવાડીના પુત્ર રમેશભાઈ ટોળિયાનું પણ સન્માન કરવામાં આવેલ હતું.
તાજેતરમાં જીપીએસસી દ્વારા પસંદગી પામેલા પોલીસ ઈન્સ્પેકટર સાજન મેર (સાળંગપરડા) તથા વિજય જોગરાણા (રાણપુર)નું પણ વિશિષ્ઠ સન્માન કરવામાં આવેલ તેમજ હોસ્ટેલની તેજસ્વી વિદ્યાર્થીનીઓ કે જે શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૨૦૧૮માં ઉત્કૃષ્ઠ દેખાવ કરેલ તેવી ૨૫ છોકરીઓને શિલ્ડ અને માળા ભેટ આપી સન્માનિત કરવામાં આવેલ હતા.
ગોપાલક ભરવાડ સમાજનાં પ્રમુખ કરણાભાઈ માલધારીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાજકોટ ૧૯૮૩માં થોડા મિત્રોએ મળીને ગોપાલક ભરવાડ સમાજ નામની સંસ્થા બનાવીને હોસ્ટેલ માટેની ૧૫૦૦ વાર જગ્યા ખરીદીને દિકરીઓ માટેનું છાત્રાલય શરૂ કર્યું ત્યારબાદ સુધારા-વધારા કરી આ હોસ્ટેલને દિકરીઓ માટેની ગોપાલક ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવી. હાલ ૧૬૦ દિકરીઓ અહીંયા રહે છે. રાજકોટમાં એક મોડેલ છાત્રાલય બને અને પુરા ગુજરાતનું ધ્યાન ખેંચાય અને એ સ્વપ્ન પૂર્ણ થયું છે. હવે ગુજરાતનાં દરેક શહેરમાં આવી હોસ્ટેલ બને તેવી ઈચ્છા તેવો સેવી રહ્યા છે અને પ્રયાસો પણ કરી રહ્યા છે અને માલધારી સમાજનો વગડાઈ જીવનના કારણે વિકાસ થયો નથી. જો તે શિક્ષણ લેવા માંડશે તો કયારેય પણ પાછળ રહેશે નહીં.
હાલ તમામ ક્ષેત્રે આ સમાજે પગ જમાવવાનું શરૂ કરી દીધું છે. વિકાસ થવાથી ઈતિહાસ વિસરાય છે. આ માન્યતા વિશે વાત કરતા જણાવ્યું કે, આ દબદાર પ્રેમ છે. ઈતિહાસને નજર સામે રાખીને તેનું ભવિષ્ય નિર્માણ કરી શકે છે. ખાસ તો ભારતનો માલધારી ઐતિહાસિક ધરોહર છે કે ચંદ્ર ગુપ્ત મોર્ય, જેને દેશનું નિર્માણ કર્યું. સમ્રાટ અશોક જેવા રાજપુરુષો આપ્યા જેને આજે દુનિયા ઓળખે છે તે બધા માલધારી પરિવારનાં છે. ચંદ્રગુપ્ત મોર્યનું સ્ટેચ્યુ પાર્લામેન્ટમાં મુકેલ છે. ડ્રેમીંગ ઓફ ધી ઈન્ડીયા સેફર્ડ બોય ચંદ્રગુપ્ત મોર્ય’ ભારતના નિર્માતા ચંદ્રગુપ્ત મોર્ય છે તો આ ચંદ્ર ગુપ્ત મોર્યના માલધારી ભરવાડ વારસદાર છે અને માત્ર શિક્ષણને કારણે જ પાછળ રહ્યા હતા. ઉપરાંત હોસ્ટેલ સાવ ટોકનદરે ચલાવવામાં આવે છે.
સંચાલક વિનુભાઈ ટોરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભરવાડ સમાજની દિકરીઓ માટે આ હોસ્ટેલ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં દિકરીઓ માટે હોસ્ટેલ ન હતી. જેથી રાજકોટ ભરવાડ સમાજે વિચાર્યું કે દિકરીઓ માટેની પણ હોસ્ટેલ બનાવવામાં આવે ત્યારબાદ આ હોસ્ટેલ શરૂ કરાઈ. ૯માં ધોરણથી પોસ્ટ ગ્રેજયુએશન સુધીની બહેનો અહીંયા રહે છે. સાથો સાથ ખેલમહાકુંભ જેવી પ્રવૃતિ, એનસીસી અને ૧૨ થી ૧૩ દિકરીઓને સરકારી નોકરી પણ મળી ગઈ છે. એજયુકેશન દ્વારા દિકરીઓ સારી ગૃહિણી બને તેવા પણ પ્રયાસો કરવામાં આવે છે. માતા શિક્ષિત હશે તો બાળકનો પણ વિકાસ થશે.
વિજય ગમારાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગોપાલક ગર્લ્સ હોસ્ટેલ રાજકોટ ખાતે કાર્યરત છે. આ હોસ્ટેલ દાતાશ્રીનો દાનને કારણે દિકરીઓ ૬ માસિક ૭૦૦૦નો ટોકન દરે રહે છે. ઉપરાંત ભોજનની અને સમગ્ર સુવિધાઓ તેમને મળી રહે છે ત્યારે દિકરીઓ વિકાસ પંથે હાલ જઈ રહી છે.
આ સમારોહમાં કરણભાઈ માલધારી, દિનેશભાઈ ટોળીયા, અનિલભાઈ રાઠોડ, નાથાભાઈ ટોળીયા, હરિભાઈ ટોટા, હિરાભાઈ બાંભવા, અજાભાઈ ઝાંપડા, નારણભાઈ ટારીયા, લીંબાભાઈ માટીયા, રાજુભાઈ બાંભવા (પડધરી), વિરમભાઈ વકાતર (જામનગર), જામાભાઈ ગેરીયા (સુરેન્દ્રનગર, પ્રો.જીવણભાઈ ડાંગર (ધ્રાંગધ્રા), કરશનભાઈ ધ્રાંગીયા અને રણમલભાઈ ઝાંપડા (જુનાગઢ), કિર્તીભાઈ અને પિયુષ એન.ભરવાડ (અમદાવાદ), રાજુ સરસીયા અને રમેશ ટોયટા (જામ ખંભાળીયા), ભીખાભાઈ પડેહારીયા, જીતુ કોટડીયા, બાલાભાઈ બોળીયા, ગિરીશભાઈ ગમારા, ભરતભાઈ મકવાણા, પીએસઆઈ કાન મીંયા, પુનાભાઈ વકાતર સહિત અનેક આગેવાનો હાજર રહેલ.