ગાંધી જન્મ જયંતિ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાની વિશેષ ઉ૫સ્થિતિ
મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે ગાંધીજીની જન્મ જયંતિ ની ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમા પૂ. ગાંધીજીના વિચારોની ગોષ્ઠી તેમજ ભજન સંઘ્યાના કાર્યક્રમ યોજાયા હતા. આ તકે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની વિશેષ ઉ૫સ્થિત રહી હતી.કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું કે પૂજય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવાઇ રહી છે ત્યારે હું પુજય બાપુના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. આજે રાજકોટ મહાનગરપાીલકા દ્વારા જે ભજન સંઘ્યાનો કાર્યક્રમ હતો.
બાપુનું આખું જીવન કે જે સદા માટે પ્રેરરણાદાયી રહ્યું છે. અને જે આજથી બે દિવસ પહેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ આ ગાંધી મ્યુઝીયમનું લોકાપર્ણ કરી સમગ્ર રાજકોટવાસી માટે ખુલ્લુ મુકયું હતું. સ્વભાવિક રીતે આજનો ગાંધી જયંતિનો કાર્યક્રમ આ જગ્યા પર રાખવામાં આવ્યો છે અને બધા લોકો સ્થળની મુલાકાત લે અને ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લે અને આવનારા નવા ભારત બનાવવા માટે સૌ સાથે મળીને પ્રયત્ન કરી તેમના જીવનમાં ઘણું શીખવા જેવું છે. એટલે આજે ૧૫૦મી જન્મ જયંતિ અને રાજય સરકારે પણ સતત એક વર્ષ સુધી આ જન્મ જયંતિ ઉજવાનો નિર્ણય કર્યો હતો ત્યારે આજે સમગ્ર દેશમાં ગાંધી જયંતિ ઉજવાઇ રહી છે ત્યારે ફરી તેમના ચરણોમાં વંદન કરુ છું.આ તકે જીતેશ શાહે કહ્યું કે આજે મ્યુઝીયમ તથા લાઇટ શો નિશાળ્યો ખરેખર આ લાઇટ શો બહુ જ સુંદર છે. અને હું રાજકોટ તથા ગુજરાતની તમામ જનતાને અપીલ કરીશ કે એકવાર જીવનમાં આ લાઇટ શો જોવો ખરેખર એ લ્હાવો છે.