ફેન્ડશીપનું કહી કારખાનામાં પુરી બે વખત દુષ્કર્મ આચરી પીડિતાના પિતાને માર માર્યો: ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો: બે શખસોની ધરપકડ
શહેરના હુડકો ચોકડી પાસે આરએમસીના કવાર્ટરની સગીર બાળાને વિનોદનગરના શખ્સે ફેન્ડશીપના બહાને કારખાને બોલાવી બે શખ્સોએ બળાત્કાર ગુજાર્યાની અને પિડીતાના પિતાને માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ભક્તિનગર પોલીસે બે શખ્સોને સકંજામાં લઇ પૂછપરછ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારિયા રોડ પર હુડકો ચોકડી પાસે આરએમસી કવાર્ટરમાં રહેતી ૧૪ વર્ષની સગીર બાળા પર વિનોદનગર કવાર્ટરમાં સુરેશ ઉર્ફે સુરો મોહન પરમાર, સમીર અનવર ખલીફા અને અફઝલ નામના શખ્સો સામે બળાત્કાર ગુજારી ખૂનની ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
બે માસ પહેલાં સિકંદરનો પુત્ર સગીર બાળાને મળ્યો ત્યારે તેને સુરેશ ઉર્ફે સુરાએ ફેન્ડશીપ માટે કહ્યાની વાત કરી મોબાઇલમાં વાત કરાવી હતી. આઠેક દિવસ પહેલાં સગીર બાળા વિનોદનગરમાં સુરેશ ઉર્ફે સુરાને મળવા માટે ગઇ ત્યારે ત્યં સુરેશ ઉર્ફે સુરો, સમીર અનવર અને અફઝલ હતા.
અફઝલે બહારથી દરવાજો બંધ કરી દીધા બાદ સુરેશ ઉર્ફે સુરો અને સમીર અનવરે બળાત્કાર ગુજારી ખૂનની ધમકી હતી. ત્યાર બાદ ગત તા.૧ ઓકટોમ્બરે ફરી સગીર બાળાને બંને શખ્સોએ માર મારી કારખાનામાં પુરી બળાત્કાર ગુજાર્યા બાદ તેના પિતાને માર મારી ધમકી દેતા ભક્તિનગર પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.
ભક્તિનગર પોલીસ મથકના પી.આઇ. વી.કે.ગઢવી સહિતના સ્ટાફે ત્રણેય શખ્સો સામે ગેંગનો ગુનો નોંધી બે શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.