બે દિવસ પહેલા વડાલ પાસે કાર પલ્ટી ખાઈ જતા બે લોકોના મોત નિપજયા હતા. જયારે ૬ લોકોને ઈજા થઈ હતી. આ બનાવના દુ:ખમાં મુસ્લિમોના બે જુથો વચ્ચે સામસામી ફાયરીંગની ઘટના બની હતી પરંતુ થોડીજ વારમાં મામલો શમી ગયો હતો. બાદમાં મારામારીનો બનાવ સામે આવ્યો હતો.
આ વાતની ખબર પડતા બંને જુથ વચ્ચે વેરની આગ ભડકી હતી. ફાયરીંગની આ ઘટના બ્લોચવાડા વિસ્તારમાં બનતા એસ.પી.સૌરભસિંઘ, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટના બાદ પોલીસે ૧૫ જેટલા શકમંદોની અટક કરી હતી.
તેમજ આ ઘટનાના પગલે એફએસએલની ટીમ પણ દોડી ગઈ હતી. રાત્રે શહેરમાં ઠેર-ઠેર જગ્યાએ ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. હાલ સ્થિતિ કાબુમાં છે. બનાવ બાદ પોલીસે સુખનાથ ચોકથી બ્લોચવાડા સુધીનો રસ્તો પોલીસે બંધ કરાવી દીધો હતો.