ટેકસટાઈલ્સના વેપારી સાથે ૨૪ લાખ રૂપીયાની છેતરપીંડી કરવાનો આરોપ
બોલીવુડ અભિનેત્રી અને મોડેલ શિલ્પા શેટ્ટી અને તેનો પતિ રાજકુંદ્રાની વિ‚ધ્ધ મહારાષ્ટ્ર પોલીસે એફઆઈઆર નોંધી છે. શિલ્પા અને રાજ ઉપર આરોપ છે કે તે બંનેએ ભિવંડીના એક કપડા વેપારી સાથે ૨૪ લાખ ‚પીયાની છેતરપીંડી કરી છે.
વેપારીએ આરોપ મૂકયો છે કે, રાજકુંદ્રા અને શિલ્પા શેટ્ટીએ તેના (વેપારી)ના નામ ઉપર ૨૪ લાખ ‚પીયાની વસુલી કરી હતી પરંતુ ત્યારબાદ તેને ૨૪ લાખ ‚પીયા પરત કર્યા નથી.પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શિલ્પા અને રાજ કુંદ્રા ‘બિગડીલ’ નામની એક કંપનીના ડાયરેકટર છે. તેમણે ચાદરોના વેચાણ માટે મલોટીયા ટેકસટાઈલની તરફથી પૈસા લીધા હતા પરંતુ પછી મલોટીયા ટેકસટાઈલના વેપારીને પૈસાની ચૂકવણી કરી નથી.
પોલસીના ડેપ્યુટી કમિશનર મનોજ પાટીલે કહ્યું કે, શિલ્પા શેટ્ટી અને રાજકુંદ્રા પર વિશ્ર્વાસઘાત કરવાને કારણે આઈપીસી ધારા ૪૦૬ અને છેતરપીંડીના આરોપમાં ધારા ૪૨૦ હેઠળ કેસ કરાયો છે.